________________
૧૯૨
સૌથી ભુંડી ચાકરી, તેથી ભુંડે ભાર; તેથી ભુંડું યાચવું, જે સુમ કહેવો દાતાર.
મંદિર સુપ્રસિદ્ધ હતું. બાદ કાળબળના કારણે એ મંદિરને નાશ થયે કહેવાય છે. આજે મેયરાની ઉપર દેરાસરજીમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામીજી છે. તેમની ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાન છે. પહેલાં શાંતિનાથ ભ૦ મૂલનાયક હોવા જોઈએ, એમ ત્યાં બિરાજમાન ધાતુના પ્રતિમાજી પરના લેખ પરથી સૂચિત થાય છે. હાલ બિરાજમાન મૂલનાયક આદિ પ્રતિમાજી પાલનપુરથી આવ્યા છે. આ જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૮૨માં થયો છે, મૂલનાયકની તેમજ આજુ-બાજુના ત્રણે પ્રતિમાજી નવા બિરાજમાન કર્યા છે.
ભીલડીયાજી પૂર્વકાળમાં ત્રબાવતી નગરી તરીકે પ્રસિદ્ધ હતુ એમ દંતકથા કહે છે. આ નગરી ૧૨ કેશના ઘેરાવામાં હતી, આ નગરીમાં ૧૨૫ જિનમંદિરે હતા. સેંકડે કૂવા તથા વાવો હતી. દેવી કાપના કારણે નગરી બળીને ખાખ થઈ, આજે પણ આ સ્થાનમાં ત્રણ-ચાર હાથ જમીન ઉંડે ખોદતાં રાખ, કેલસા અને ઈટોના બળેલા થર દેખાય છે. મંદિરની નજીક આજુ-બાજુ ખેદાવતાં ઇટ, પરે, ચુને નીકળે છે. ઈટ ફુટ-દોઢ ફુટ, લાંબી-પહોળી અને વજનમાં આશરે પંદર શેરની હોય છે.
મૂળ નગરીને નાશ થયા પછી, આ સ્થાને “ભીમપલ્લી નામનું નગર વસ્યું હોય એ કલ્પના સંભવિત છે. ત્યારબાદ આ નાના નગરને પણ અનેક ઉપદ્રવના કારણે નાશ થતાં નવું ભીમપલ્લી વિસં. ૧૮૭રમાં વસ્યું છે. આમાં ડીસાના શ્રી ધરમચંદ કામદારની પ્રેરણું મુખ્ય છે. આ વર્ષોમાં જ નવું જિનમંદિર બંધાવ્યું લાગે છે. કારણ કે, વિ. સં. ૧૮૯૨માં અહિં પ્રતિષ્ઠાના ઉલ્લેખો મળી આવે છે. વર્તમાનકાળે પં. શ્રી ઉમેદવિજયજી મહારાજના સદુપદેશથી વિ. સં. ૧૯૩૬ બાદ તીર્થને મહિમા વધુ વિસ્તારતો ગયો. હાલ શ્રાવકનાં ચાર ઘર છે. ધર્મશાળામાં યાત્રાળુઓને દરેક સગવડ છે. ડીસાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org