________________
-
-
--
૧૪૮ સુવરને વિષ્ટા રૂચે, મુકી ઘાસને અન્ન
તેમ મુકિતસુખ ત્યાગીને, ભેગ ચાહે નિધન. ઉપાશ્રય છે. તેમજ દેવબાગ લમી જૈન આશ્રમ, શાંતિભુવન આદિ ઉપાશ્રય, તેમજ જ્ઞાનમંદિરેથી જામનગર ખરેખર તીર્થભૂમિ જેવું રળીયામણું લાગે છે, આયંબીલ ખાતુ, ભોજનશાળા આદિની વ્યવસ્થા છે. શહેર બહાર પ્લોટમાં બોડીગમાં દેરાસર છે. શેઠ પોપટલાલ ધારશી સંઘવીની જૈન બોડીંગમાં પણ દેરાસર છે. બેડીબંદર રેડપર શેઠ ફુલચંદભાઈના બંગલામાં પણ સુંદર દેરાસર છે. તેમજ બજારમાં વીસશ્રીમાની પાઠશાળાની જોડે વિશાશ્રીમાલીનું શ્રી આદીશ્વર ભગવાનનું વિશાલ જિનમંદિર છે. એક મંદિરમાં અનેક મંદિરો છે. શ્રી શાંતિભુવનમાં પણ હમણાં પાંચ વર્ષ પહેલાં તૈયાર થયેલું સુંદર ઘર દેરાસર છે. જામનગરની આજુબાજુ જામવણથલી, ઓખા, જામકંડોરણું વગેરે ગામોમાં સુંદર દેરાસરે છે. રાજકોટ, ગોંડલ, ધોરાજી તથા મોરબીમાં પણ ભવ્ય દેરાસર. ઉપાશ્રય તેમજ શ્રાવકાની વસતી સારી છે. જામનગરથી બેડીબંદર ૩ માઈલ થાય. સૌરાષ્ટ્રનું મોટું બંદર આ ગણાય છે. આ સિવાય અમરેલી, ચીતલ, જેતપુર, વાંકાનેર વગેરે બીજા જૈનેની વસતી તથા જૈનમંદિર ઉપાશ્રયવાળા ગામો છે. રાજકોટથી વઢવાણ જતાં પણ ચોટીલા વગેરે વસતિવાળા અને ઉપાશ્રય જૈનમંદિરો વગેરેથી શોભીત સ્થળે આવી રહ્યાં છે.
વઢવાણુ–ઝાલાવાડની ભૂમિના નાકા રૂપ વઢવાણ શહેરમાં આપણું પ્રાચીન જિન મંદિર છે. મંદિર રમણીય તથા આલિશાન છે. રંગમંડપ વિશાલ છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. બાવન જિનાલયવાળું આ દેરાસર છે. પાછળ પ્રદક્ષિણમાં શ્રી શાંતિનાથ ભાનું સુંદર બિંબ જે સંપ્રતિ મહારાજાના સમયનું છે. તે પહેલાં મૂલનાયક હતા. આજે નવું વિશાલ મદિર બંધાવી શ્રી સંઘે તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા છે. આ સિવાય ત્રીજું મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org