________________
૧૪૭
સાહેબ કે દરબારમેં, કમી કહેફી નાહિ;
બંદા મોજ ન પાવત તે, ચૂક ચાકરી માંહિ. જવાય છે. દીવમાં નવલખા પાર્શ્વનાથજીનું સુંદર જિનમંદિર છે. બાજુમાં શ્રી નેમિનાથજી અને શાંતિનાથજીનાં બે દેરાસરો છે. મુલનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી ભવ્ય તથા રમણીય છે. શ્રી નવલખા પાર્શ્વનાથજીને નવલખે હાર તથા નવલખો મુગુટ ચઢતા હતા. એવો પ્રઘોષ ચાલ્યો આવે છે. ચોકમાં ધર્મશાળા તથા ઉપાશ્રય છે.
મેર દરિયો છે. અને વચ્ચે દ્વીપની જેમ આ શહેર વસેલું હોવાથી આનું પ્રાચીન નામ દીપ કહેવાતું. આજે દીવ તરીકે આ ગામ ઓળખાય છે. પોર્ટુગીઝોનાં મકાને, કિલ્લાઓ તથા તેની સરકારી કચેરીઓ વગેરે અહિં વિશેષ જોવા મળે છે. ( આજે તો ભારત સરકારનું રાજ્ય છે.)
અહિંથી પાછા ઉના સીધા જવાય છે. ઉનાથી કોડીનાર ૨૨ માઈલ છે. જ્યાં પહેલાં શ્રી નેમિનાથ ભ.નું મંદિર હતું. શ્રી નેમિનાથ ભ. ના અધિષ્ઠાયક દેવી અંબિકા પૂર્વભવમાં અહિંના હતા. આજે આ તીર્થ વ્યુચ્છેદ પામ્યું છે.
જામનગર–મધ્ય સૌરાષ્ટ્રના કેંદ્ર રાજકોટથી ૫૦ માઈલ પર દરિયાના પ્રદેશથી નજીકમાં જામનગર શહેર આવેલું છે. સૌરાષ્ટ્રના
હેટા મ્હોટા શહેરોમાં જામનગરની ગણના થાય છે. નવાનગર સ્ટેટનું મુખ્ય રાજધાનીનું શહેર ગણાય છે. અહિં સુંદર સંખ્યાબંધ જિનમંદિરો એવા રમય લાગે છે કે, ઘડીભર થઈ જાય કે, જાણે આપણે શ્રી શત્રુંજય ગિરિરાજની ટુંકમાં ઉભા છીએ. એમાં શાંતિનાથજીનું મંદિર બહુ જ ભવ્ય તથા વિશાલ રંગમંડપવાળું છે. તેમજ ચેરીવાળું દેરાસર પણ વિશાલ છે. આ બન્ને દેરાસરો બાવન જિનાલયવાળા છે. આ દેરાસરે પ્રાચીન છે. રાયશી તથા વર્ધમાન શેઠે આ દેરાસરો બંધાવેલાં છે. તેના શિખરો ગગનચુંબી છે. મંદિરો આલિશાન છે. વચ્ચે જૈન શાળા છે. લાલબાગ છે. સ્વામે જૈન પાઠશાળાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org