________________
પ્રમાદ તુમ કરે નહિ, નથી કાળની જાણ; ૧૪૯
કયારે આવી લુંટશે, કરશે મુક્તિ હાણ. છે, ગામ વચ્ચે “ખાજાવસહિ”નું નામનું સુંદર પૂર્વકાળમાં હતું. જે મુસલમાન રાજ્યમાં મજીદ બની ગયેલ છે. આજે પણ શહેરના ચેકમાં હયાત છે. એક–એ ઘર દેરાસરો અહિં છે. સંવેગીને ઉપાશ્રય તેમજ અન્યાન્ય ઉપાશ્રયો, તથા જ્ઞાનભંડારો આયંબીલખાતું વગેરેથી શહેર રળીયામણું લાગે છે. ગામ બહાર ભોગાવાના નાકે શ્રી વીરપ્રભુનું શલપાણિ યક્ષનું ઉપસર્ગનું સ્થાપના તીર્થ છે. ભ. મહાવીર દેવને શૂલપાણિ યક્ષે ઉપદ્રવ કર્યો હતો, તે વદ્ધમાનપુર તો હાલ બિહાર પ્રદેશમાં છે. ગામના નામની સામ્યતાથી ઘણાને ભ્રમ થઈ જવાનું સંભવિત છે. રા'ખેંગારની સ્ત્રી રાણકદેવીએ અહીં અગ્ની પ્રવેશ કર્યો હતો. અહીંથી નજીકમાં સીયાણું ગામ છે. જ્યાં સંપ્રતિ મહારાજાના સમયનું અતિહાસિક પ્રાચીન મંદિર છે. પ્રભુજીની મૂર્તિ ભવ્ય છે. હાલા આ મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ થયું છે. વઢવાણથી ૩ માઈલ પર સુરેન્દ્રનગર શહેર છે. જે વઢવાણુ કેંપ તરીકે ઓળખાતું હતું. અહીં બજાર વચ્ચે વિશાલ વંડામાં દેરાસર તથા ઉપાશ્રય છે. તેમજ આયંબીલખાતું છે. હમણું દેરાસરજીમાં નવી દેરીઓ થઈ છે. અને તેને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. અહીંથી આજુબાજુ જોરાવરનગર, ધ્રાંગધ્રા, હળવદ, રાજસીતાપર લખતર આ ગામમાં દેરાસરો ઉપાશ્રયો વગેરે છે. અહિંથી ૧૫ માઈલ દૂર લીંબડી શહેરમાં સુંદર જિન મંદિર તથા પ્રાચીન હસ્તલિખીત પ્રતોને વિશાલ જ્ઞાનભંડાર છે. જે સમસ્ત સૌરાષ્ટ્રમાં અદ્વિતીય છે. લીબડીથી ૨૦ માઇલ કેઠ શહેર છે. જેમાં સુંદર મંદીર ઉપાશ્રય તેમજ વસ્તી સારા પ્રમાણમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org