________________
૧૩%
પાપ છીપાયા ન છીએ, છીપે તો મોટા ભાગ્ય;
દાબી દુબી ના રહે, રૂઈ લપેટી આગ. પર ઉપકાર કરનાર છે. આમ જાણું ભરત મહારાજાએ, અહિં ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવ્યું હતું. આ પહેલાં આ સ્થાન ચંદ્રપ્રભસ્વામી છદાસ્થ અવસ્થામાં દરિયા કનારે કાર્યોત્સર્ગ ધ્યાન પધાયો ત્યારે તેઓ સમવસરણ અહિં રચાયેલું હતું. તેઓનાં શાસનમાં ચંદ્રયશારાજાએ ભ. શ્રી ચંદ્રપ્રભસ્વામીનાં ચંદ્રકાંતમણિય બિંબ ભરાવી. અહિં વિશાલ ગગનચુંબી જિનમંદિર તેમણે બંધાવ્યું હતું. બાદ શ્રીમુનિસુવ્રતસ્વામીનાં તીર્થમાં શ્રી રામચંદ્રજી, શ્રી સીતાદેવી આદિ અહિં આવ્યા હતા. તેમણે અહિં સુંદર જિનમંદિર બંધાવ્યું હતુ.
આકાશ માર્ગે પ્રભુજીનું આગમન-ભ. શ્રી મહાવીરદેવનાં શાસનમાં પણ આ તીર્થને મહિમા વધતો જ રહ્યો છે. આજે જે મૂલયનાક તીર્થાધિપતિ શ્રીચંદ્રપ્રસ્વામી અહિં બીરાજમાન છે તે. વિ. સં. ૮૪૫ માં જ્યારે વલ્લભીપુરની ભંગ થયો. ત્યારે દેવી સહાયથી આ પ્રભુજી ત્યાંથી અહિં પધાયા છે. મહારાજા કુમારપાલે અહિં યાત્રા કરીને કુમારવિહાર તથા અષ્ટપદાવતાર મંદિર પર સુવર્ણકશલ ચઢાવ્યાહતો. વસ્તુપાલતેજપાલે સંઘ સહિત અહિં આવીને અષ્ટાપદ ચિત્ય, પૌષધશાળા બંધાવ્યાં હતાં. મહુવાના જગડુશાહે સવા ક્રોડના મૂલ્યનr હાર પ્રભુજીનાં ચરણે ધર્યો હતો. વિ.ના ૧૭ મા સૈકામાં જગદગુરૂ આ. ભ. શ્રીવિહીરસૂરજીના પટ્ટધર પૂ. આ. ભ. શ્રીવિજયસેનસૂરીશ્વરજીનાં શુભ હસ્તે અનેક અંજનશલા તથા પ્રતિષ્ઠા મહોત્સવ અહિં ઉજવાયા હતા. વિના ૧૩ મા સૈકામાં આ. શ્રીદેવેંદ્રસૂરિજીએ “શ્રી ચંદ્રપ્રભચરિત્ર નામના લગભગ ૫૩૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથની રચના અહિં કરી છે. વિના ૧૮ મા સૈકા સુધી આ તીર્થ ભૂમિની જાહોજલાલિ અદ્વિતીય હતી. આ ભૂમિ પર સંખ્યાબંધ જિનમંદિર નજીકના ભૂતકાળમાં હતા, છેલ્લે જીદ્ધાર અહિં વિ. સં. ૧૮૭૭ ના મહા સુદિઆઠમના થયો. તે સમયથી અત્યાર સુધી નવ મંદિરો હતા. કોઠારી શેરીમાં શ્રી નેમિનાથ ભાન દેરાસર તેમજ દેરાસરની ખડકીમાં અન્ય આઠ દેરાસર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org