________________
ધમ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ; ૧૨૧
ધમ પંથ સાધન વિના, નર તિર્યંચ સમાન. વિ. સ. ૧૮૭૧માં બંધાવીને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી છે. બીજું દેરાસર બજારમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું છે. જેનો જીર્ણોદ્ધાર વ. સં. ૧૯૯૦ની સાલમાં થયું છેઆ મંદિર જમીનથી ઉચે છે. બે મજલાનું વિશાલ છે. મૂલ સુરત નિવાસી ભણશાળી હીરાચંદના ધર્મપત્નીએ વિ. સ. ૧૮૫૦ની સાલમાં પિતાનાં મકાનોમાં પ્રભુજીને પધરાવેલાં ત્યારબાદ ક્રમશ : આ દેરાસર વધતું ગયું. ગોરજીના ડેલામા એક દેરાસર છે. તેમજ સ્ટેશન પર શ્રી યશોવિજયજી ગુરૂકુળમાં દેરાસર છે. મૂલ નાયક શ્રી સુમતિનાથ ભ. બિરાજમાન છે.
જૈન સંસ્થાઓઃ તીર્થની યાત્રા માટે હિંદ ભરના જેને અહિં આવતા હોવાથી, અનેકવિધ જૈન સંસ્થાઓ, તીર્થાધિરાજની પવિત્ર છાયામાં વિકાસ પામે એ સહજ છે. શિક્ષણ વિષયમાં જૈન સમાજમાં પ્રસિદ્ધ શ્રી યશોવિજયજી ગુરૂકુલ સંસ્થા અહિં છે. સ્ટેશન પર વિશાલ ચેકમાં આલિશાન મકાનમાં સંસ્થાનું કાર્ય તથા પ્રવૃત્તિઓ ચાલે છે. હાઈસ્કુલ તથા કમર્શીયલ કુલ સંસ્થા તરફથી ચાલે છે. તલાટીના રસ્તા પર જૈન બાલાશ્રમ છે. આ બને સંસ્થામાં જૈન વિદ્યાર્થીઓને ભેજનપ્રબંધ તથા રહેવાનો પ્રબંધ છે, તેમ જ જેને “બ્રહ્મચર્યાશ્રમ” પણ જીવનનિવાસની બાજુમાં છે. તેમાં પણ વિદ્યાર્થીઓને રહેવાનું તથા જમવાનું હોય છે. આ સિવાય ગ્રાવિકાશ્રમમાં પણ શ્રાવિકા બહેનોને શિક્ષણ ઉપરાંત આશ્રય મળે છે. જ્ઞાનભંડારે તથા પાઠશાળાઓ પણ અહિં સંખ્યાબંધ છે. શેઠ અ. ક, ની પેઢી તરફથી હેમચંદ્રાચાર્ય પાઠશાળા છે. વીરબાઈ પાઠશાળા પણ છે. તેમજ પેઢી તરફથી ઔષધાલય છે. ગામમાં સેવાસમાજનું દવાખાનું છે. ગામમાં તથા મહાજન વંડામાં ઉપાશ્રયે વગેરે પણ છે. જેન સમાજમાં સાહિત્ય દ્વારા સુપ્રસિદ્ધ લેખક સેમચંદ ડી. શાહ પુસ્તકાલયની ઓફીસ અહિં છે. તેમજ મહેસાણું શ્રેયસ્કર મંડળ તરફથી દવાખાનું તથા પાઠશાળા પશું ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org