________________
કાલ કરે તે આજ કર, આજ કરે તે અબ, ૧૧૫
અવસર બીત જાત હે, ફીર કરેગા કબ. પાંચ પાંડવો ૨૦ ક્રોડ, ઈત્યાદિનાં પરિવારની સાથે આ ગિરિરાજ પર કર્મોને ખપાવી મોક્ષે ગયા છે.
વર્ષમાં કાર્તિક સુદિ પૂર્ણિમા, ફાગણ સુદિ ૮, ફાગણ સુદિ ૧૩, ચિત્ર સુદિ પૂર્ણિમા, આ બધા દિવસો વિશેષ મહત્વના છે. ગિરિરાજનો મહિમા આ કારણે અતિશય અભુત છે. યાત્રા કરવા આવનાર યાત્રિકોએ અહિં આવીને વિવેકપૂર્વક વિધિના પાલન સાથે આશાતનાને ત્યાગ કરવો જોઈએ. ગિરિરાજ પર થુંકવું, બળ નાંખ, નાક ખંખેરવું, ઇત્યાદિ ન જ કરવું. પાસે કપડું રાખીને એવું હોય તો એમાં ઉપયોગ રાખવો. ચામડાના જેડા, ચંપલ, વગેરે પહેરીને ચઢવાથી તીર્થની આશ.તના થાય છે, તેમ જ આ ગિરિ પર દૂધ, દહિ કે કોઈ પણ ચીજ ખાવી નહિ જોઈ એ. આવા મહાપવિત્ર તીર્થની આશાતના કરવાથી આત્મા, નિકાચીત કર્મોથી બંધાય છે. એ ભૂલવું જોઈતું નથી.
શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારે : શ્રી શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત છે. અસંખ્ય ઉદ્ધાર આ તીર્થ પર થયા છે. પણ મેટા અવસર્પિણી કાળમાં ૧૬ ઉદ્ધાર થયા છે, (૧) ભ૦ શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર ભરત ચક્રવર્તીએ પહેલે ઉદ્ધાર કરાવ્યો. (૨) તેમની આઠમી પાટે દંડવી બીજે કરાવ્યો. (૩) પહેલા-બીજા તીર્થકરના વચલા કાળમાં ઈશાને કરાવ્યો. (૪) ત્યારબાદ નવ ક્રોડ સાગરોપમ પછી મહેન્દ્ર ઈ કરાવ્યો. (૫) ૧૦ ક્રોડ સાગરોપમ પછી પાંચમા દેવલોકના ઇ કરાવ્યો. (૬) ૧ લાખક્રોડ વર્ષ બાદ ભવનપતિનિકાયના ઈંદ્ર ચમકે કરાવ્યો. (૭) શ્રી અજીતનાથ ભ. ના કાલમાં સગરચક્રીએ કસવ્યો. (૮) શ્રી અભિનંદન સ્વામીના કાલમાં વ્યંતરેક કરાવ્યો. (૯) શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શાસનમાં ચંદ્રયશા રાજાએ કરાવ્યો. (૧૦) શ્રી શાંતિનાથ ભ. ના પુત્ર ચકાયુધે ૧૦ મે ઉદ્ધાર કરાવ્યો. (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org