________________
૧૧૪ રાત્રી ગભાઈ સોયકે, દિવસ ગમાયા ખાય;
હીરા જેસા મનુષ્યભવ, કવડી બદલે જાય.
આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ પર સંખ્યાબંધ જિનમંદિરે પથરાયેલાં છે. આ ગિરિરાજને મંદિરોનું નગર કહીએ તોયે વાસ્તવિક છે. જે કાળમાં એક ન્હાનું સરખું મંદિર બંધાવવામાં કે જૂના મંદિરનાં જીર્ણોદ્ધાર કાર્યમાં માનવેને રસ નથી રહ્યો; તે સમયે આવા સેંકડો ફીટની ઉંચાઈ પર ગગનચુંબી ભવ્ય પ્રભુ મંદિરો બંધાવનાર પુણ્યવાનોનાં પવિત્ર હેદમાં કેટ-કેટલી પ્રભુ ભક્તિ, આત્મશ્રદ્ધા તથા અપૂર્વ ઉદારતાનાં નિર્મલ, વિશુદ્ધ સ્વચ્છ ઝરણુઓ વહેતાં હશે ? ખરેખર આ બધા મહાભાગ્યશાળી આત્માઓ જીવન જીવી સંપત્તિઓને સદુપયોગ કરી સંસારમાં અમર બની ગયા. ધન્ય શ્રદ્ધા, ધન્ય ભક્તિ તથા ધન્ય છે તે પુણ્યશાલીઓની ધર્મભાવનાને !
શ્રી શત્રુંજય મહાતીર્થને મહિમા–શ્રી શત્રુંજય મહાતીર્થ, પ્રાયઃ શાશ્વત છે. આ ગિરિરાજ પહેલા આરામાં ૮૦ પેજન પ્રમાણુને, બીજા આરામાં ૭૦. ત્રીજામાં ૬૦, ચેથામાં ૫૦, પાંચમાં આરામાં ૧૨ યોજન પ્રમાણન છે. છેવટે છઠ્ઠા આરાના અંતે ૭ હાથ પ્રમાણ રહેશે. અનંત આત્માઓ સિદ્ધિપદ પામ્યા છે. જેઓનાં નામો ગણાય તેવાં નથી જ. છતાં વર્તમાનમાં જે પ્રસિદ્ધ મહાત્માઓ અહિં ક્ષે ગયા છે, તેની ટુંક નેંધ આ પ્રમાણે છે. શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રેડની સાથે ચત્ર સુદિ ૧૫ ના દિવસે અહિં મોક્ષે ગયા છે. કાર્તિક પૂર્ણિમાને દિવસે દ્રાવિડ વારિખિલ્લ ૧૦ દંડની સાથે મોક્ષે ગયા છે. તદુપરાંત નમિ-વિનમિ ૨ ક્રેડ, સગર મુનિ ૧ કરોડ રામભરત ૩ ક્રોડ, શાંબ–પ્રદ્યુમન / ક્રોડ, શ્રીસાર મુનિ ૧ ક્રોડ, સોમયશા ૧૩ ક્રોડ, નારદજી ૧ લાખ, વસુદેવની સ્ત્રો ૩૫ હજાર, શ્રી શાંતિનાથ પ્રભુના શિષ્યો, દમિતારિ ૧૪ હજાર, પ્રદ્યુમ્નની સ્ત્રી ૪૪૦૦, થાવગ્ગાપુત્ર ૧ હજાર, શુકં પરિવ્રાજક ૧ હજાર, ચેકલસરિ ૫૦૦, સુભદ્રમુનિ ૭૦૦, જાલિયાલિ અને ઉવયાલિ, દેવકીના ૬ પુત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org