________________
માતા પિતા ગુરુજન તણું, સેવા કરી દિનરાત; ૧૧૩ સેવાથી મેવા મળે, એ શાસ્ત્રની શાખ.
ચૌમુખજીની ટુંક–શ્રી શત્રુંજ્ય ગિરિરાજ પર ઉંચામાં ઉંચા ગિરિશંગ પર આ ટુંક આવેલી છે. દરિયાની સપાટીથી ૧૯૭૭ફીટની ઉંચાઈએ આ ટુંક આવેલી છે. દૂર દૂરથી ચૌમુખજીની ટુંકના મુખ્ય દેરાસરનું ભવ્ય ઉત્તુંગ શિખર સહુ કોઈની નજરે ચઢે છે. અમદાવાદના શેઠ સદા-સમજીએ આ મંદિર, વિસં. ૧૬૭૫માં બંધાવીને પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યો છે. શ્રાષભદેવ સ્વામીનાં ભવ્ય ચાર પ્રતિમાજી અહિં મૂલનાયક તરીકે બિરાજમાન છે. વિલમ વસતિની ટુંક સિવાયની બધીયે ટુંકમાં, મંદિરોમાં, આ ટુંક પ્રાચીન છે. આ ટુંકમાં હામે પંડરીક સ્વામીજીનું, અને અન્યોન્ય દેરાસરો મળી કુલ ૧૧ દેરાસર છે. આ ટુંકની પાછલ પાંડવના દેરાસરમાં પાંચ પાંડે, માતા કુંતી, સતી દ્રૌપદી આદિની મૂર્તિઓ છે. તેમજ સહસ્ત્ર ફૂટ, ચૌદરાજલક, તથા સિદ્ધચજીની આરસ પર રચના છે. સમવસરણની પણ અહિં રચના છે. આ ટુંકની બહાર પણ અનેક દેરાસરો છે. જેમાં શ્રીચંદ્રપ્રાસ્વામીનું શેઠ નરશીનાથનું બંધાવેલું દેરાસર છે. તદુપરસ્તાંત દેવજીપુનશીનું શ્રીમરૂદેવામાતાનું ઈત્યાદિ દેરાસરો છે. બધી કોનો વહિવટ શેઠ આ. ક. પેઢી હસ્તક છે. ફક્ત શેઠ નરશીનાથાનું દેરાસર તેમજ શેઠ દેવજી પુનશીના દેરાસરની વ્યવસ્થા, શેઠ નરશીનાથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હસ્તક છે.
શેઠ કેશવજી નાયકની ઢંક-કચ્છનિવાસી શેઠ કેશવજી નાયકે આ મંદિર તેમજ દેરીઓ બંધાવી છે. પાછલ બધું કામ અધુરૂ છે. મંદિરમાં મૂલનાયક શ્રી અભિનંદન સ્વામીજી છે. ઉપર પણ દેરાસર છે. આ મંદિરમાં વિ. ૧૯૨૧માં પ્રતિષ્ઠા થઈ છે. આ ટુંકની વ્યવસ્થા તેમના ટ્રસ્ટ હસ્તક ટ્રસ્ટીઓ કરે છે. આ નવ ટુંકના દરવાજા બહાર જે કુંડ છે. તે વલ્લભ કુંડ કહેવાય છે. અને શેઠ નરશી કેશવજીના મુનિમ વલ્લભ વસ્તાએ બંધાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org