________________
કિરણ ૧૮ મું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિ
સમગ્ર ભારતવર્ષમાં સૌરાષ્ટ્રદેશ મહા પવિત્ર ભૂમિ છે, રૂડી અને રળીયામણી આ ભૂમિમાં અનેકાનેક તીર્થો આવેલાં છે. તે સર્વમાં મહામહિમાવંતુ તીર્થ સિદ્ધગિરિજી, સૌરાષ્ટ્ર દેશની રોભારૂપ છે. ત્રણ લોકમાં આના પાવનકારી એકેય તીર્થ નથી. એટલા જ માટે આ તીર્થ, તીર્થાધિરાજ કહેવાય છે. હિંદના પશ્ચિમ સમુદ્ર કિનારા પર સેંકડો માઈલોના વિસ્તારમાં સૌરાષ્ટ્ર દેશ ફેલાયેલો છે, મેર નદી, નાળા, ગિરિગ તથા વિલાસ વનરાજથી લીલા હરિયાળે પ્રદેશ, હિંદનું નંદનવન ગણાય છે. સૌરાષ્ટ્રમાં બે પર્વતે મુખ્ય ગણાય છે. શ્રી ગિરનાર તથા શ્રી શત્રુંજય એ બને જેન સંઘના યાત્રાધામ તથા મહાતીર્થો છે.
અમથાવાદ કે મહેસાણાથી વિરમગામ સ્ટેશને યા ધંધુકા સ્ટેશને આવ્યા એટલે રેલવે લાઈનમાં ગુજરાતનું છેલ્લું નાકું વટાવ્યું. ધંધુકામાં સુંદર મંદિર ઉપાશ્રય તથા શ્રાવકેની વસતિ છે. કલિકાલસર્વજ્ઞ સમર્થ જ્યોતિધર આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરી. શ્વરજી મહારાજશ્રીની જન્મભૂમિનું આ સ્થાન છે. ત્યારબાદ વીરમગામ લાઈન પર લખતર, સુરેન્દ્રનગર, વઢવાણ શહેર, ચૂડા, લીંબડી, રાણપુર, થઈ બેટાદ અવાય છે. ધંધુકા લાઈન પણ બોટાદ સ્ટેશને મલે છે. આ બધા ગામો શ્રાવકેની વસતિવાળા, સુંદર જિન મંદિર ઉપાશ્રયે આદિથી સુસમૃદ્ધ સુરમ્ય યાત્રાધામ છે. ધંધુકાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org