SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ * તુલસી મીઠે વચન સે, સુખ ઉપજે ચિંહુ ઠેર; વશીકરણ યહ મંત્ર છે, તજીએ વચન કઠેર. આવતા ડાબા હાથે જે ઊંચી ટેકરી દેખાય છે તે માટે કહેવાય છે કે ત્યાં પાંડવોના મહેલના ખંડિયેર છે. માત્ર નામ સંભારાણું ! આટલા. ઝંઝાવાતો ને કાળના કારમા સપાટા પછી તે ડકાવા પામે ક્ષેત્રસ્પર્શના ગણાય . પાણીપત યા છે કુક્ષેત્રનું મેદાન તો અહીથી દુર છે. એ નામનું સ્ટેશન છે, ત્યાં ઉતરી પાણીપત જવું સુલભ પડે છે. ૨. દહી–જૂની રાજધાની નિરખી હવે અર્વાચીનમાં પગલાં પાડીએ. એનું નામ દિલ્હી એમાં પણ જૂ નું અને નવું એવાં બે સ્ટેશન. અમારી ટ્રેન તો એથી આગળ વધી પહાડગંજ આગળ થેલી ત્રણ દિનમાં તો અમારે કેટકેટલું ફરી વળવું અને ઘણું ઘણું જોઈ નાંખવાનું. જો કે આ કોઈ પ્રકારની કલ્યાણક ભૂમિ નથી છતાં. મેગલાઈ તેમજ અંગ્રેજી શાસનકાળના પાટનગર તરીકે આ શહેરનું મહત્ત્વ અવશ્ય ઝાઝેરું છે. જિનાલો ને જેનોની સંખ્યા અહીં ઠીક ગણાય. “નૌઘરા” મહોલ્લો એ જૈન વસ્તીનું ખાસ મથક છે. પહાગંજથી નિકળી ક્યાં તે પૂલ પર થઈ ચંદની ચોક વટાવી ઘંટાઘર આગળથી કિંવા જમણે હાથે આવેલી શાક મારકીટમાં થઈ અથવા તો અજમેરી દરવાજે થઈ ચાવડી બજારમાં આવી ઘંટાઘરને માર્ગ પકડી “નૌઘરામાં પ્રવેશવું. જૂના દિલ્હી સ્ટેશનથી. ઘંટાઘર પાંચ મિનિટના રસ્તે છે. વળી ટ્રામ વ્યવહાર પણ અહીં ચાલુ જ છે. ટાંગા ને મોટરબસ પણ નાકા આગળથી મળી શકે છે. આ મહોલ્લામાં ઉપાશ્રય છે તેમજ ગુજરાતી, કાઠીઆવાડી બંધુઓ. પણ વસે છે. વળી અહીંનું દહે સર્વમાં અગ્રપદે છે. બીજા દહેરાં. નજીકમાં છે, ન્હાવાની સગવડ સારી છે. દિલ્હીને જાણ કિનારી બજાર પણ નજીકમાં જ છે. નવરામાં (૧) સુમતિનાથ-મનહર છત્રી હેઠળ સુંદર મૂર્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy