________________
૧૩
ચચ્ચા ચોરી પરહરે, ચોરી કમ ચંડાળ; વિજય ચેર ચોરી થકી, નરક ગમે તત્કાળ.
સોહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનને જી, વાદી પ્રભુને વધાવીયા. ૩ (પ્રભુને ચેખા-અક્ષતથી વધાવવા.)
ટક વધાવી લે હે રત્નકુક્ષી, ધારિણી તુજ સુતતણે, હું શક સેહમનામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણે, એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી ના હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪
મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહુ દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલસે; તિહાં બેસીજી, શેકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા.
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળતીર્થ ઔષધિ, ધુપ વળી બહુ ભાતિના. અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સવે; શ્રીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન મહોત્સવે.
ઠાળ વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરીઆ. માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે. ૧ તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીર સમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળ લાવે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org