________________
કિરણ ૧૦ મું. કલ્યાણકભૂમિઓ.
ચંપાપુરી
ભાગપુરમાં પગ મૂકતાં જ પુન એક વાર વર્ષના દર્શન થયાં સ્ટેશન સામેની ધર્મશાળામાં એક સુંદર દહેરું છે. આરસની છત્રી નીચે વિરાજમાન વાસુપૂજ્ય સ્વામીના મનોહર બિંબની તેમજ મિથિલા. નગરીથી આણેલ શ્રી મલ્લિનાથ તથા નમિનાથની શ્યામવર્ણ પાદુકાઓની વિધિ સહિત પૂજા કરી. અંદરના ખૂણામાં તેમજ બહારની દેરીમાં શ્રી ગૌતમની પાદુકા, શ્રી પાર્શ્વનાથ ને દાદાજીના ચરણ છે. અને સ્થાન સુજાગંજ તરિકે પ્રસિદ્ધ છે. ડાબે હાથે થોડો વાંક લેતાં શહેરને બજાર શરૂ થાય છે. રેશમી અબેટીયા, છાયલે, શેતએ આદિ ચીજે અહીંની પ્રસિદ્ધ છે. જમણા હાથની સડક ઠેઠ ચંપાનાળા જાય છે. વાહનમાં રેકડા તથા બગીઓ મળે છે. રેકડામાં ત્રણ ને બગીમાં છ સવારી બેસે છે. રેલ રસ્તે પણ જવાય છે. લગભગ ૧ માઈલે નાથનગર આવે છે, જ્યાં સુખરાજરાયનું મીનાકારી કાચનું મંદિર છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. બાબુ સાહેબ સ્વામીભક્તિ ચૂકે તેવા નથી. બજાર માર્ગે થઈ આગળ વધતાં માઈલેજ બાદ ચંપા નગરનો બજાર આવે છે. ત્યાંથી થોડે દૂર ચંપાનાળા છે. એ જ આપણી ચંપાપુરી મેટા કપાઉન્ડમાં એક તરફ ધર્મશાળા તથા. લગોલગ જીર્ણોદ્ધાર થવાથી મનહરતા ધરતાં બે વિશાળ જિનાલય. આવેલા છે. ઉભયમાં તેમજ વચલી નાની મોટી દેરીઓમાં તથા પ્રથમ મંદિરના ઉપલા ભાગે વાસુપૂજ્યજીની મૂર્તિઓ જ છે. બીજા મંદિરના ઉપર ભાગે દિગંબરી મૂર્તિઓ છે. વહીવટ બહાદુર સિંહજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org