________________
જ દીન વિના ન રજની નવી ફીટત, જ્ઞાનવિના ન દાતાર કહાવે;
દાન વિના ન લહે શીવ મારગ, ધ્યાન વિના ન મન હાથ આવે. પથ્થરોથી શેઠજીનો વારસોએ પોતાના બગીચામાં એક સુંદર બેટકવાળું દહેરૂં બંધાવ્યું છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ છે. કુંથુનાથની એક રત્નની મૂર્તિ પણ છે.
કટગેવા-જમીન માર્ગે થોડું ચાલ્યા બાદ લક્ષ્મીપતિ બાબું આ ગામ આવે છે. વિશાળ બાગમાં પ્રવેશતાં સુંદર અશ્વો સાથના બાવલા ખાસ ધ્યાન ખેંચે છે. વાવડીને વિધવિધ દચનાથી સમૃદ્ધિનો
ખ્યાલ આવે છે. બાબુના બંગલાથી આગળ જતાં દાદાજીના પગલાંની દહેરી અને એક વિશાળ કમ્પાઉન્ડમાં સુંદરાકૃતિ દેવાલય આવેલ છે. શ્રી આદિજિન ઉપરાંત બાજુના ગભારામાં ૩ સ્ફટિકના બિંબ, મિલમની પાદુકા તથા પંચ પરમેષ્ટીમાં એક સુવર્ણના બિંબ ખાસ દર્શનીય છે. ત્યાથી પાછા ફરી પુન નાવામાં બેસી બાળચર ઉતર્યા. નદી કિનારે આવેલ (૧) સંભવનાથ(૨) અરનાથ (૩) વિમળનાથ, ઉપર ચેમુખજી જુહારી (૪) ધનપતિ બાબુનું શ્રી આદિજિનનું ઘરદેરાસર તથા (૫) બજરમાં કીર્તિચંદ શેઠના મકાનમાં પાર્શ્વનાથને જુહાય. કાચના ગભારામાં ફટિકના બિંબ શેભે છે. મોટા બઝાર ને શાક માર્કેટ નજીકમાં જ છે. ભૂતકાલની મહત્ત્વ ઘસાતુ ચાલ્યું છે. ઉપરાંત અજીમગંજથી કાસીમ બજાર જળમાર્ગે જવાય છે. કિનારાથી માઈલ દૂર દહેરામાં શ્રી નેમિનાથ પ્રભુની કસોટીની પ્રતિમા છે. આ બધા સ્થાને મુબાદ જીલ્લામાં ગણાય છે. આ સર્વ હિંદુસ્તાનના પશ્ચિમ બંગાળા પ્રાંતમાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org