________________
કઈ જાણે છે માટે એમ શી રીતે માની શકાય કે, ઘડાને નાશ સર્વ પ્રકારે થઈ જાય છે. એ બન્ને પક્ષમાં એ પ્રકારે દૂષણે આવતાં હોવાથી આ ભાઈએ એમ ન છૂટકે માનવું પડશે કે, ઘડે ઘડારૂપે નાશ પામે છે, ઠીબરૂપે ઉત્પન્ન થાય છે અને માટીરૂપે સ્થિર રહે છે. વળી, આપણે એ ભાઇને એમ પણ પૂછી શકીએ કે, જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે શું એ, એક ભાગે કરીને ઉત્પન્ન થાય છે કે, સર્વ પ્રકારે ઉત્પન્ન થાય છે? જે એમ કહેવામાં આવે કે, ઘડે એક ભાગે કરીને ઉત્પન્ન થાય છે તે તે બરાબર નથી. કારણ કે,
જ્યારે ઘડે ઉત્પન્ન થઈને તૈયાર થાય છે ત્યારે કોઈ એમ નથી માનતું કે, એ ઘડે એના એક ભાગે કરીને ઉત્પન્ન થયું છે. કિતું નૈ કોઈ એમ માને છે કે, પૂરેપૂરે ઘડે ઉત્પન્ન થયેલા છે અને વ્યવહાર પણ એ જ પ્રકારે ચાલે છે. હવે એમ કહેવામાં આવે કે, ઘડો પિતાના સર્વ પ્રકારે વડે ઉત્પન્ન થાય છે, તો એ પણ બરાબર નથી. કારણ કે, જે એમ થાય છે. સર્વ પ્રકારે ઘડે ઉત્પન્ન થએલે હોવાથી તેમાં માટીની પ્રતીતિ પણ ન થવી જોઈએ, પરંતુ એમ તે કોઈ અનુભવતું નથી માટે એવી માન્યતા પણ બરાબર ન કહેવાય. માટે ખરું તે એમ માનવું જોઈએ કે, જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડારૂપે નાશ પામે છે અને માત્ર માટીરૂપે સ્થિર રહે છે-આ જાતની માન્યતાને સે કોઈ અનુભવે છે માટે એમાં કાંઈ દૂષણ જણાતું નથી. જે જાતને અનુભવ બધા લોકોને હોય તે જાતનું પદાર્થનું સ્વરૂપ ન માનવામાં આવે તો કદી પણ વસ્તુની વ્યવસ્થા ન થઈ શકે, માટે જેવો અનુભવ થાય છે તેવું જ પદાર્થનું સ્વરૂપ પણ માનવું જોઈએ અને એમ માનીએ તે જ આ જાતની બધી વ્યવસ્થા ઘટી શકે છે જે વસ્તુ નાશ પામેલી છે તે જ કેઈ અપેક્ષાએ નાશ પામે છે અને નાશ પામશે, જે વસ્તુ ઉત્પન્ન થએલી છે તે જ કોઈ અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે અને જે વસ્તુ સ્થિર રહેલી છે તે જ કઈ અપેક્ષાએ સ્થિર રહે છે અને સ્થિર રહેશે. તથા જે કોઈ પ્રકારે નાશ પામ્યું છે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થયું છે અને કોઈ પ્રકારે સ્થિર રહ્યું છે. એ જ પ્રમાણે જે કઈ પ્રકારે નાશ પામે છે તે જ કોઈ પ્રકારે ઉત્પન્ન થાય છે અને સ્થિર રહે છે અને જે કંઈ પ્રકારે નાશ પામશે તે જ કોઈ પ્રકારે ઉત્પન્ન થશે અને સ્થિર રહેશે ઈત્યાદિ.
આ પ્રમાણે પદાર્થ માત્રમાં અંદર અને બહાર બધે ઠેકાણે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્મો રહેલા છે અને એ હકીકતને સૌ કોઈ પ્રત્યક્ષપણે અનુભવે છે, અનુભવમાં આવતા આ હકીકત કદી પણ ખેતી થઈ શકતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org