________________
૧૬૩ સ્થિતિ અને નાશ વિના એકલે ઉત્પાદ (ઉત્પત્તિ રહી શક્તો નથી, સ્થિતિ અને ઉત્પત્તિ વિના એ વિનાશ ટકી શકતા નથી–એ જ પ્રકારે ઉત્પત્તિ અને વિનાશ વિના સ્થિતિ પણ ટકી શકતી નથી–એ રીતે એ ત્રણે પરસ્પર એક બીજાના મોં સામું તાકીને જ જીવનારા છે માટે એ ત્રણે પરસ્પર ગરજ રાખીને એક જ વસ્તુમાં રહી શકે એમ છે. એમ માનવામાં કાંઈ
વાં જણાતું નથી. એથી જ એક પદાર્થને પણ એક સાથે ત્રણ ધર્મોવાળ કહેવામાં કશી હરકત જણાતી નથી. વળી, બીજે ઠેકાણે આ પ્રમાણે જણાવ્યું છે:–“સેનાને ઘડે ટુટી ગયે તેથી રાજ-પુત્રીને શેક થયે, એ ટુટેલા ઘડાને મુગટ કરાવ્યું એથી રાજ-પુત્રને આનંદ થયો અને એ પૂર્વના તથા પછીના ઘાટમાં સોનું તે કાયમ રહ્યું જાણીને રાજા પોતે તટસ્થ જ રહે અર્થાત અહીં પૂર્વના–આકારને નાશ થયો, ન આકાર ઉત્પન્ન થયા અને એ બન્ને આકારમાં સ્થાયી રહેનારું મૂળ દ્રવ્ય-સોનું તન ધ્રુવ રહ્યુંઉપરથી જ જાણી શકાય છે કે, એક જ પદાર્થમાં એ ત્રણે ધ રહી શકયા છે અને એ જ પ્રમાણે પદાર્થ માત્રમાં એ ત્રણે દે રહી શકે છે એ અનુભવ સિદ્ધ હકીકત છે.” “ઘડાના અર્થીને એને નાશ થવાથી શેક થયો, મુગટના અર્થીને એની ઉત્પત્તિ થવાથી આનંદ થશે અને સેનાને અથ એના સ્થાચીપણાથી તટસ્થ રહ્યા–એ બધું સહેતુક થયું છે.” “દૂધના વ્રતવાળા દહિં ખાતો નથી, દહિંના વ્રતવાળા દૂધ ખાતો નથી અને જેને ગોરસની બાધા છે તે તે એ બન્નેને ખાતે નથી માટે વસ્તુમાત્રમાં ત્રણ ધર્મો છે જે ભાઈ, એ પ્રમાણે નથી માનતા તેને આ પ્રમાણે પૂછવું જોઈએ –જ્યારે ઘડાને નાશ થાય છે ત્યારે શું તે ઘડો તેના પિતાના) એક ભાગે કરીને નાશ પામે છે કે સમસ્તપણે એટલે સર્વ પ્રકારે નાશ પામે છે? જો એમ કહેવામાં આવે કે, એ ઘડો પિતાના એક ભાગે કરીને નાશ પામે છે તે તે બરાબર નથી. કારણ કે, ઘડે પિતાના એક ભાગે કરીને જ નાશ પામતે હોય તે તેને આખાને નાશ તે ન જ થ જોઈએ. પરંતુ જ્યારે ઘડે ફુટે છે ત્યારે કોઈ પણ પ્રામાણિક એમ તે કદી પણ કહેતા નથી કે, ઘડાને એક ભાગ નાશ પામે, કિંતુ સર્વ કોઈ એમ કહે છે અને સાંભળે છે કે, આખા ઘડાને નાશ થયો. હવે એમ કહેવામાં આવે કે, ઘડાને સર્વ પ્રકારે નાશ થાય છે. તે તે પણ બરાબર નથી. કારણ કે, જે ઘડાને સર્વ પ્રકારે નાશ થતો હોય તે ઘડો ફૂટયા પછી ઠીબડાં અને માટી પણું ન રહેવી જોઈએ. કિંતુ આ તે ઘડા કરી ગયા પછી ઠીબડાં અને માટી બાકી રહે છે એમ સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org