________________
અભ્યદયપ્રસાધની અને ત્રીજીનું નામ નિર્વાણસાઘની પૂજા છે અને જેવા નામ છે તેવા જ ફળ આપનારી તે પૂજા છે એટલે કે એક વિનોને દૂર કરે છે. બીજી ઉત્તમ સામગ્રીઓ અપાવે છે અને ત્રીજી મોક્ષમાં લઇ જાય છે. (૨૧૩)
(પહેલી બે પૂજામાં ઉપયોગી વસ્તુ) पवरं पुप्फाईयं, पढमाए ढोयए उ तक्कारी । आणेइ अन्नओ वि हु, निओगओ बीयपूजाए ।। २१४ ।। प्रवरं पुष्पादिकं प्रथमायां ढौकते तु तत्कारी । आनयत्यन्यतोऽपि खलु नियोगतो द्वितीयपूजायाम् ।। २१४ ।।
પહેલી પૂજામાં શ્રેષ્ઠ પુષ્પાદિક સામગ્રી તે પૂજા કરનારો સ્વયં લાવે અને ધરાવે, જ્યારે બીજી પૂજામાં આદેશ આપવા દ્વારા બીજા પાસેથી પણ મંગાવે. (૨૧૪)
(ત્રીજી પૂજા). भुवणे वि सुंदरं ज, वत्था-ऽऽहरणाइवत्थु संभवइ । तं मणसा संपाडइ, जिणम्मि एगग्गथिरचित्तो ।। २१५ ।। भुवनेऽपि सुन्दरं यद्वस्त्रा-ऽऽभरणादिवस्तु संभवति । तन्मनसा संपादयति जिने एकाग्रस्थिरचितः ।। २१५ ।।
પરમાત્માને વિષે એકાગ્રપણે સ્થિર ચિત્તવાળો આત્મા સમગ્ર વિશ્વમાં જે સુંદર વસ્તુ વસ્ત્ર, આભૂષણાદિ સંભવી શકે છે તે મનથી પ્રભુજીને ધરાવે. (રોજ ઉત્કૃષ્ટ વસ્તુઓથી પૂજા કરવાના ભાવ મનમાં રાખે.) (૨૧૫)
निचं चिय संपुन्ना, जइ वि हु एसा न तीरए काउं । तह वि अणुचिट्ठिअव्वा, अक्खइ-दीवाइदाणेण ।। २१६ ।। नित्यमेव संपूर्णा यद्यपि खल्वेषा न तीर्यते (शक्यते) कर्तुम्। तथाऽप्यनुष्ठातव्याऽक्षत-दीपादिदानेन ।। २१६ ।।
આ બન્ને પૂજા સંપૂર્ણપણે રોજ કરવી જો કે શક્ય બનતી નથી તો પણ અક્ષત-દિપક વિગેરે ઘરવા વડે તો અવશ્ય કરવી જ. (૨૧)
-
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org