________________
વખતે આગામેની વાચનાઓને, પઠેને બરાબર મેળવી શુદ્ધ કરવા સારુ તેમને કેટલે બધે શ્રમ કરવું પડ્યો હશે, કેટકેટલા ઉજગરા વેઠવા પડયા હશે. વર્તમાનમાં એક પુસ્તકને શુદ્ધ કરીને સંપાદન કરવા જતાં કંઠે પ્રાણ આવી જાય છે તે પછી જે સમયે સંપાદન સંશોધનનાં સાધને ઘણું જ ઓછાં, કેઈ બીજાની સહાથતા પણ નહીં અને એકલે હાથે રચના કરવાની ભારે જવાબદારી, બીજી તરફ જેવી અને જેટલી જોઈએ તેવી અને તેટલી અનુકુળતા નહીં, એટલું જ નહીં વિરોધપક્ષની પ્રબળતા અને ધારેલા કાર્ય ઉપર આક્ષેપ, આવી સ્થિતિમાં આચાર્ય અભયદેવે નવાંગની વૃત્તિઓને રચીને જે પિતાના પાંડિત્યને, ધીરતાને, શાસનભક્તિ અને સહનશીલતાને, ગુણગ્રાહકતાને તથા સમદર્શિતાને પરિચય આપણને બતાવ્યું છે તે અજોડ અસાધારણ અને અનુપમ છે.
વળી એમણે જે જે વૃત્તિઓ રચી છે તે સુબેધ, સૂત્રના અર્થને બરાબર સ્પષ્ટ કરનારી અને પ્રાંજલ ભાષામાં લખાઈ છે. એક વખત એ પણ હતું કે વૃત્તિઓ લખનારા સૂત્રને અર્થ
સ્પષ્ટ કરવા જતાં વૃત્તિઓને વાદમહાર્ણવ બનાવી દેતા અને એથી બિચારું સૂત્ર ક્યાંય દૂર પડયું રહેતું. પરંતુ અભયદેવે પિતાની વૃત્તિઓમાં ક્યાંય આવું થવા દીધું નથી અને દરેક દરેક સૂત્રને બરાબર સ્પષ્ટ કરવા પૂરતું ધ્યાન આપેલ છે. વિવરણ કરતાં જ્યાં સંવાદક પ્રમાણોની જરૂર જણાય ત્યાં તે પૂરતા પ્રમાણમાં આપેલા છે. અનેક વાચનાઓમાંથી અમુક એક વાચનાને પ્રાધાન્ય આપી વિવરણ કરેલું છે અને સાથે વાચનાભે તરફ અભ્યાસીઓનું ધ્યાન પણ ખેંચ્યું છે તથા જુદા જુદા પાઠમાંથી બરાબર તુલના કરી કરીને અને પૃથક્કરણ કરીને તેમણે વિવરણ કરવા માટે પાઠે ચૂંટી કાઢયા છે અને બીજા પાઠાંતરે પણ આવશ્યકતાનુસાર નેંધી બતાવેલાં છે. અર્થ સમજાવવા સારુ પૂરો પ્રયત્ન કરતા છતાંય જ્યાં સ્પષ્ટતા થઈ શકે તેમ ન હોય ત્યાં તેમણે પૂર્વની વૃત્તિઓને ટાંકીને સંતેષ મા છે વા પૂર્વના વિચારભેદે ટાંકી બતાવીને ખામોશી પકડી છે. આટલી બધી વૃત્તિઓમાં કે એક પણ ઠેકાણે તેમણે ૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org