________________
પિતાની કલ્પના બતાવવાને મુદ્દલ પ્રયાસ કરેલ નથી, આ જ તેમની સરળતા, શાસનભક્તિ, સંયમિવૃત્તિ અને નિરભિમાનવૃત્તિ ભૂરિ ભૂરિ પ્રશંસનીય છે.
આપણે જોઈએ છીએ–અનુભવીએ છીએ કે વિદ્યા અને નિરભિમાનવૃત્તિ એ બેને સંવાદ ક્યાંય ભાગ્યે જ દેખાય છે. થોડુંક લખતાં બેલતાં કે રચતાં આવડ્યું કે પોતાની કલ્પનાનાં ઉડ્ડયન થયા વિના નહીં રહેવાનાં; ત્યારે આચાર્ય અભયદેવે આટલું આટલું અસાધારણ ગુંફન કર્યું, આટલું ઘેર કઠોર તપ તપ્યું છતાં ક્યાંય પિતાના પાંડિત્યના પ્રદર્શન માટે એક પણ અક્ષર કાઢો નથી તેમ તેઓ તેવું બોલ્યા પણ નથી. એ તે પિતે “અમુક આચાર્યને ચરણરજ સમાન અણુ શિષ્ય વૃત્તિ કરે છે” એવું જ લખતા રહ્યા છે અને અભ્યાસી મહાનુભાને વિનવતા રહ્યા છે કે આમાં ક્યાંય મારી કોઈ ભૂલચૂક થઈ હોય તે જરૂર તેઓ મને ક્ષમા આપે અને બતાવવા કૃપા કરે.
મારે માર્ગ ઘણું કઠણ હતું, સાધને ઓછાં, એકલે હાથે પ્રવૃત્તિ કરવી અને શરીરની દુર્બળતા એથી ખલન થવાં સહજ છે, એમ તેઓ વારંવાર સૂચવ્યા કરે છે. છેવટે એ કહેવું જરૂરી છે કે અભયદેવસૂરિએ વૃત્તિઓ ન રચી હેત તે આજે આગમોના કેવા હાલ હેત તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિઓ છતાંય આજે આગમ ઉપેક્ષાપાત્ર બન્યા છે તે વિના વૃત્તિ તેમના તરફ કેરું ધ્યાન આપત?
ગુજરાતે એક અસાધારણ તિર્ધરને પકવીને પોતામાં સમાવી ધન્યતા અનુભવી છે એ હકીકત અભયદેવસૂરિ માટે અક્ષરશ: સત્ય છે.
અભયદેવને પુરુષાર્થ સમજી આપણે એ દ્વારા પ્રેરણા મેળવીએ અને એને જ માગે આગમના ઉદ્ધાર સંશોધન સંપાદન અને તેમની અદ્યતન ઢબની આવૃત્તિઓને તૈયાર કરવા કરાવવામાં આપણું સઘળાં સાધન વાપરવાને સંકલ્પ કરીએ તે આ ઉત્સવ,
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org