________________
રાત્રિભોજન ઉપર
અગ્રેસર થયે. યક્ષાદિને દેખાવ બતાવીને તને ક્ષોભ પમાડવાને મેં જે કાંઇ પ્રયત્ન કર્યો તે મારા પર કૃપા કરીને મારા તે સાહસને ક્ષમા તું કરજે. હવે મારી પાસે કંઈક માગી લે. તારા જેવાની યાચના પણ કયાંથી ? તારા અંગને સ્પર્શ પામેલ જળ રોગીને છાંટતાં તે તરત નિરોગી થશે, અને વળી અતુર થઈને તું કઈ વાર કંઈ પણ ચિંતવીશ તે તને તરત પ્રાપ્ત થશે. પુણ્યવંત જનોને શું દુર્લભ હેય: હવે તને કઈ નગરની પાસે મૂકી દઉં, કારણ કે લેશમાત્ર પગે ચાલવું, તે તારા જેવાને વધારે લેશકારી છે.” એમ કહીને પિતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતે તે દેવ અદશ્ય થશે અને કેશવે પિતાને કેઈ નગરની સમીપે આવેલ .
હવે પ્રભાતે સૂર્યોદય થતાં પ્રાતઃક્રિયા કરીને કેશવ નગર જેવાને ચાલ્યું, ત્યાં મેઘ સમાન ગંભીર ધર્મ-વ્યાખ્યાનની વાણીથી આકર્ષાયેલ કેશવે એક સુંદર બગીચામાં સૂર નામના આચાર્યને જોયા અને વંદન કર્યું. તેમના દેશનારૂપ અમૃતથી પોતાના કર્ણને તૃપ્ત કરી જેની (ધર્મની) વાસના વ્યક્ત થઈ છે એ કેશવ ત્યાં એગ્ય આસને બેઠો, બાદ સાકેતપુર નગરના ધનંજ્ય રાજાએ દેશનાને અને આચાર્યને ઉલ્લાસથી નમીને વિનંતી કરી કે–“હે ભગવન્! જરા(વૃદ્ધાવસ્થા)થી પરાભૂત એવા મને વ્રત લેવાની લાંબા વખતથી ઈચ્છા છે, પરંતુ પુત્ર વિના મારું રાજ્ય કેને સેંપવું? રમા કારણથી બહ દુખિત છું. આજે જાણે સાક્ષાત્ મારા પુણ્ય હોય એવા કે દિવ્ય શાંત પુરુષે પ્રભાતે મને સ્વમામાં કહ્યું કે– પ્રભાતે દેશાંતરથી આવીને તારા ગુરુની આગળ જે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org