________________
- 1
અતિથિસંવિભાગ દ્રત ઉપર ૧૨. અતિથિસંવિભાગ વ્રત વિષે
સુમિત્રાની કથ!. હવે મુનિને ચતુર્વિધ આહાર, વસ, પાત્ર અને વસતિ (ઉપાશ્રય)નું દાન તે અતિથિ સંવિભાગ નામે શું શિક્ષાવ્રત છે. શ્રદ્ધાપૂર્વક એક ભાગે સેવતાં પણ એ બારમું વ્રત સુમિત્રાની જેમ ભવ્યને અધિક ઉન્નતિ આપે છે. તે છત નીચે પ્રમાણે છે – - પૃથ્વીના ભૂષણરૂપ અને લક્ષ્મીમાં અમરાવતી સમાન વસંતપુર નામે નગર છે. ત્યાં પરાક્રમથી દિશાઓને જીતનાર, પૃથ્વી પર ઇંદ્ર સમાન અને ક્ષત્રિયશિરોમણિ એ વિકમ નામે રાજા હતા. તેને વસુ નામે પ્રધાન હતું કે જેની બુદ્ધિના સમૂહરૂપી વિકસિત કમળ પર રાજ્યલક્ષમી હમેશાં સુખપૂર્વક રહેતી હતી. તે રાજાને જિનધર્મમાં ધુરંધર તથા કલ્યાણના નિધાનરૂપ એ જિનદાસ નામે શ્રેષ્ઠી બહુ પ્રિય હતું. તેણે સુર્વણ, રત્નો એટલાં બધાં ઉપાર્જન કર્યા હતાં કે જેનાથી પૃથ્વી પર બીજા મેરો અને રેહણાચલ ઊભા થઈ શકે. કુબેર તે માત્ર ધનના અધ્યક્ષ તરીકે ખ્યાતિને લાયક છે, પરંતુ આ જિનદાસ તે ધન આપનારે છે એમ યાચકને સમૂડ તેની
સ્તુતિ કરતે હતે. તે વ્યાપારી કાશીનિવાસી ધન સાર્થવાહની રત્નાવતી નામે પુત્રીને પરણ્ય હતે. લક્ષ્મીધર નામે એક બ્રાહ્મણ તે જિનદાસનો પરમ મિત્ર અને ભ્રાતાની જેમ વિશ્વાસપાત્ર હતું. તે રાજાને, પ્રધાન, સ્ત્રી, પુત્ર કે અન્ય કંઈ જિનદાસ સમાન પ્રિય ન હતું. “રાજા કેઈ દિવસે આ મિત્રને પ્રધાનપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org