________________
૭૬
પાષધ વ્રત ઉપર
રીતે સ્ખલના ન થઈ. હવે પ્રભાતે જાગ્રત થતાં લેાકેા ધનનાશને શેોચ કરવા લાગ્યા, અને શ્રેષ્ઠી પૌષધ પારીને પોતાના દિનકૃત્યમાં લાગ્યો. પછી વ્યાપાર કરતાં અનુક્રમે ભાગ્યયેાગે તેને ફરી પણ બહુ ધન પ્રાપ્ત થયું.
હવે એકદા અવસ્વાપિની વિદ્યાને જાણનાર તે તસ્કરનાયક, તે ચારીના માલમાંથી એક હાર વેચવાને તે જ નગરીમાં આવ્યા. ત્યાં ધન નામના વણિકપુત્રે શેડના તે હાર એળખીને ચારને કેાટવાલના હવાલે કર્યાં. તે જાણી દયાળુ શેઠ ત્યાં આવ્યા અને પોતાના વણિકપુત્ર ( વાણેાતર ) ને દખાવીને તેણે કોટવાલને હ્યું : ‘ આ ધનને કંઈ ખબર જ નથી, કેમકે ચારી થયા પહેલાં જ મે* આ મહાશયને મૂલ્ય લઇને એ હાર વેચાતા આપેલ છે, માટે એના પર ચારીના આરોપ ન લાવતાં એને છેડી મૂકે, રોહિણીના યાગ માત્રથી શું સૂ` ચદ્રમાની જેમ કલકત થાય ?’ ત્યારે ‘આ ખાર વ્રતધારી સુદત્ત શેઠ અસત્ય ન ખેલે ’એમ વિચારી કેટવાલે ચારને છેડી મૂકયે. · અસત્ય છતાં જેનાથી પ્રાણીનું હિત થાય તે સત્ય છે' એમ ધારીને શ્રેષ્ઠીએ અસત્ય ખેલીને પણ તે ચારને છેડાવ્યા. પછી શ્રેષ્ઠીએ તેને જમાડી, બે સારાં વસ્ત્ર આપી ‘હવે અકૃત્યને વિચાર ન કરજે' એમ એધ આપી તેને વિદાય કર્યાં. હવે શ્રેષ્ઠીના ઉપકાર અને ઉપદેશથી મન પીગળતાં અકૃત્ય શું હશે ? ' એમ જાણવાને ઇચ્છતાં તે તસ્કરે જતાં જતાં નગરની બહારના ભૂમિભાગમાં ધર્માંપદેશ આપતા શુભ્રપ્રભ નામના મુનિરાજને જોયા. તેમની દેશના સાંભળી ત્યાકૃત્યના વિવેક જાણવામાં આવતાં તે દક્ષ ચારે મુનિ પાસે દીક્ષા લીધી, અને શુદ્ધ
6
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org