________________
પિષધ વ્રત ઉપર
નંદ આવ્યું છે, અને તું તે તારા પરાક્રમથી વિશ્વને દબાવનાર છે, માટે યુદ્ધ કરવાને બહાર આવ.” એમ કહીને શરપાવ આપીને પ્રધાને તેમને પાછા મોકલ્યા. એટલે તેમણે જઈને બધું યથાર્થ રાજાને નિવેદન કર્યું. ત્યારે રાજા સ્વસ્થ થઈ, કેટલાક લોકોને સાથે લઈને જ્યાં મિત્રાનંદ પિતે બેઠે હતે ત્યાં આવ્યું. એટલે મંત્રી રાજાને જોઈને સામે ઊભે છે કારણ કે સજજનોને ઈષ્ટજને પ્રત્યે દર્શન પર્યત જ વિરોધ હોય છે. પછી રાજાને પ્રણામ કરીને તેને સુવર્ણાસન પર બેસાર્યો, ત્યારે પ્રધાનને બલાત્કારથી પિતાના અર્ધ આસન પર બેસારીને રાજા બે : “શર્યાદિ વ્યવસાયથી પણ પુણ્ય જ શ્રેષ્ઠ છે, કારણ કે પુણ્યવંતે પાસે વ્યવસાયીજનો કિંકર થઈને રહે છે. આવા પ્રકારની સેના એ તારે કઈ મહાન ભાગ્યેય છે, કે જેથી કરીને હું તારે સ્વામી છતાં તારી આગળ કિંકર સમાન લાગું છું, પરંતુ આટલી બધી વિભૂતિ તને મળી ક્યાંથી?” એમ રાજાએ પૂછતાં મંત્રીએ પિતાને વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી આશ્ચર્યથી મુગ્ધ બનેલા લાકેથી જોવાયેલા તે રાજાએ મિત્રાનંદ સહિત આનંદપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. મણિના મહામ્યથી ઉદ્યમ કે લક્ષ્મીથી અધિક ફલિત થયેલ તે રાજા સાથેની મંત્રીની મિત્રાઈ આશ્ચર્યકારક રીતે વધવા લાગી.
એકદા ભાનુરાજા સાથે મંત્રી સભામાં બેઠેલે છે એવામાં વનપલકે નજીકમાં આવીને ધર્મ મંત્રીને વિનંતિ કરી કે : “હે સ્વામિન્ ! આજે હું વધામણી આપું છું કે–સાક્ષાત્ ધર્મ સમાન સુમધર નામના જ્ઞાની મુનિ આપના કીડાવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org