________________
૭૩
મિત્રાનંદ મંત્રીની સ્થા–૧૧ અન્યત્ર ચાલ્યા જા.” એ પ્રમાણે રાજાની આજ્ઞા જાણીને તે મંત્રીશ્વર મનમાં દઢતા લાવીને એકલે દેશાંતર તરફ ચાલ્ય. પ્રથમ પગે ચાલવાથી સંકટ થતાં પણ અદ્ભુત ઉદ્યમી અને નગરાજ (ગિરી) સમાન ઉન્નત એ તે નગરથી બહાર નીકળી ગયે, અને ચાલતાં ચાલતાં બપોરે તે અતુલ પુણ્યાત્મા બહુજ શ્રમિત થયે, તેવામાં ચંદ્રમાની કળાઓથી જાણે બનાવેલ એવું એક તેણે સરવર જોયું. લેલ લહરીરૂપ હસ્તેને ધારણ કરનાર તે સરોવર તૃષિતજનને બેલાવવા માટે કમળના મિષથી ગુંજાવર કરતા શ્રમયુક્ત કરેડે મુખેને ધારણ કરતું હતું. ત્યાં સ્નાન-પાન કરીને તે પાળ પરે વૃક્ષની નીચે બેઠે એવામાં એકદમ આકાશથી ઉતરી આવેલ એક પુરુષને તેણે પિતાની સામે જોયે, અને “આ મણિ સંધ્યાકાળે તને વાછત સિન્ય આપશે અને પછી પણ તેની પૂજા કરતાં તને ઘણી લક્ષ્મી આપશે.” એમ કહીને “શું શું ? એમ મંત્રી પૂછતે હતું ત્યાં તે ચિંતામણિ તેના હાથમાં મૂકીને તે દિવ્ય પુરુષ આકાશમાં ચાલ્યા ગયે. પછી માંચિત શરીરવાળે તે મંત્રી કમળથી મણિની પૂજા કરીને સાંજે સૈન્ય રચી તે નગર તરફ ગયે, અને હાથી, અશ્વો તથા થોના અવાજમાં મિશ્ર થતાં રણવાદના રણકાર સહિત મિત્રાનંદે તે લશ્કરથી નગરને ઘેરી લીધું. એટલે “નગરને કોણે ઘેરે ઘા છે?” તે જાણવાને રાજાએ બાતમીદારેને મેકલ્યા. તેમને જોઈને પ્રધાને કહ્યું: “ભુજાના ગર્વથી ભાગ્યને તિરસ્કાર કરનાર રાજાને તમે હું કહું તે પ્રમાણે જઈને કહે કે “પુણ્યથી સૈન્યને મેળવીને મિત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org