________________
૫૬
ભેગાભાગ ત્રન ઉપર ધર્મ નૃપની કથા
આવા દુકાળમાં પણ અન્નના સ'ગ્રહ કર્યો ન હતા. હવે તે દેવ સારા સ્વપ્નના સૂચનાથી તેની સ્રીના ઉદરે આન્યા અને તે સતીએ ગઈ કાલે પવિત્ર પુત્રને જન્મ આપ્યા છે. મહાભાગ્યવાન તેના જન્મે, દુષ્ટ ગ્રહેને સત્વર જીતીને અહીંના ખાર વરસના દુષ્કાળને ભાંગી નાખ્યા છે.
એ પ્રમાણે સાંભળતાં અદ્ભુત પ્રીતિથી કેવલીને નમી, સત્વર ત્યાં જઇ રાજાએ તે બાળકને પેાતાના લલાટ પર સ્થાપીને કહ્યું કે—“ દુર્ભિક્ષમાં ડૂબતા જગતના ઉદ્ધાર કરનાર હું ધીર ! તને નમસ્કાર છે. મારા રાજ્યમાં તું જ રાજા છે, હુ તો તારો કોટવાલ છું. એ રીતે દુ ભક્ષના ભંગ કરનાર આ સાક્ષાત્ ધર્મ જ છે. ” એમ વિચારી રાજાએ તેનું ધ એવુ નામ પાડ્યું. પાતાના ચરપુરુષો મારફતે આ વૃત્તાંત જાણી બીજા રાજાએએ પણ પોતપોતાના રાજ્યમાં તરત ધર્મની આજ્ઞા વર્તાવીને વરસાદ વરસાવ્યેા. તે સ રાજા તરફથી આવેલા વય અને કાલને ઉચિત નાના પ્રકારનાં ભેટણાથી નિર તર આનંદ પામતા તે બાળક વધવા લાગ્યા. સર્વ રાજાઓની કલાવાન તથા કમળ સરખાં નેત્રવાળી પુત્રીઓ, સમુદ્ર પાસે નદીએ જાય તેમ પેાતાની મેળે તે ધર્મને વરવાને આવી. સમસ્ત પૃથ્વીમાં પેાતાની આજ્ઞા વર્તાવતાં, ગુરુભક્તિમાં તત્પર ધર્મી ધર્મ કુમાર ક બંધ કર્યા વિના અદ્દભુત ભાગ ભાગવવા લાગ્યે. એ રીતે ભાગ ભાગવી તે ચાગબળને પ્રાપ્ત થયા અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી મહિમાવાળા થતા તે મુક્તિને પામ્યા.
એ રીતે હું ભળ્યે ! ભાગ્યવાન ધર્મના અન્ને ભવના દૃષ્ટાંતથી સાંજે મેહુના જય કરીને સાતમા વ્રતને આરાધા. ॥ ભેણેષભાગ ત્રત પર ધર્મ નૃપ કથા ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org