________________
ઘર્મ નૃપની કથા.-૭ દાસી વિલાસ કરતી હતી, પણ પિતાના સંયમ ગુણરૂપ આધારસ્તંભથી નિયંત્રિત થયેલા અંત:કરણને લીધે વિષયે તેની ઇવિયેને આકષી ન શક્યા. દરરોજ અનેક માર્ગોથી તેને ધન મળતું અને સુપાત્રદાન, અનુકંપાદાન અને ઉચિતદાન એ ત્રણ માર્ગે થી તે જતું હતું. - હવે એકદા અન્નને માટે માત, પિતા અને પુત્રને લડાવનાર અને રંકજનેને દુપ્રેક્ષણીય એવો દુષ્કાળ આવી પડે.
જ્યારે દાતારનાં દાન ક્ષીણ થયાં ત્યારે તેનું દાન વધવા લાગ્યું, કેમકે ગ્રીમત્ર તુમાં સરોવરનું પાણી સુકાય પણ સમુદ્ર તે તરંગથી વધતું જ હોય. સંસારથી ભયભીત થતા ભવ્ય જેમ આહંત ધર્મને આધાર લે, તેમ દુષ્કાળથી ભય પામેલા લોકે એક તેને જ આશરે આવ્યા. તે પ્રવર શેઠ દિશાઓથી આવેલા લાખે સાધુઓને પ્રાસુક જળ, પકવાન્ન, દહીં, દૂધ, ઘત વગેરે વહેરાવતે હતો. વખતના ક્રમથી શ્રાવકોને માબાપ તથા પુત્ર સમાન ગણુને તે પ્રતિદિન પિતાના ઘરે અસંખ્ય શ્રાવકને જમાડતે હતે. એ રીતે અખંડ વ્રતધારી દાનના એક વ્યસનથી પ્રશંસા પામેલા તે પ્રવર શેઠ મરણ પામીને દેવલેકમાં ગયે. ત્યાં શાશ્વત જિનેની મહાયાત્રા કરવામાં નિરતર નિર્મળ બુદ્ધિ રાખવામાં ઈદ્ર સમાન તે દેવાયુ સમાપ્ત થતાં ચિંતવવા લાગે–પૃથ્વી પર જે કઈ યુગપ્રધાન શ્રાવક હોય તેને હું પુત્ર થાઉં. કારણ કે મલિન કુળમાં ચકવર્તી થવું પણ ઠીક નહિ.”
હવે તારા નગરના ચિત્રશાલા નામના પરામાં વિમલા નામની સ્ત્રીના હૃદયને પ્રિય શુદ્ધબુદ્ધિ નામને શ્રાવક છે. નિષ્કપટભાવથી બાર વ્રત પાળતાં ઉજવળ જીવનવાળા તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org