________________
સિંહ શ્રેષ્ઠીની કથા–૬ દિવ્યાકાર પુરુષ દ્વાર પર ઊભે છે અને તે આપતા સુખરૂપી કમલ પ્રત્યે ચક્ષુને ભ્રમરરૂપ કરવા ઈચ્છે છે.” એટલે રાજાએ સંજ્ઞાથી અનુજ્ઞા આપતાં તેણે તરત જ તે પુરુષને સભામાં હાજર કર્યો ત્યારે નમસ્કાર કરી આસન પર બેસતાં તે. સુરે રાજાને કહ્યું કે –“હે રાજન ! તમે જાણે છે કે –શત્રુઓના તેજને લેપ કરનારે નાગપુર નગરમાં શ્રીનાગચંદ્ર નામે રાજા છે. તેને દેવાંગનાઓમાં પ્રશંસા પામેલ તથા મદન–શુકના પંજર સમાન એવી રત્નમંજરી નામે રાણું છે. તેમને કામરાજાની રાજધાની સમાન અને સાક્ષાત ગુણની માલા સરખી ગુણમાલા નામે પુત્રી છે. સાક્ષાત તેણીના શરીરમાં પ્રાપ્ત થએલી લક્ષમી વિકસ્વર કમલ, હસ્તીનાં બને કુંભસ્થલે તથા ચંદ્રમામાં નિવાસ કરનારી લક્ષમીની હાંસી કરતી હતી. તે તરુણીને માટે વાર સંબંધી વિચાર કરતાં રાજાએ પ્રભાને માટે સૂર્યની જેમ તમારા પુત્રને નિશ્ચય કર્યો છે. એટલા માટે તમને વિનંતિ કરવાને હે ઇશ! મારા સ્વામીએ વિશ્વાસપાત્ર એવા મને મુખ્ય દૂતને અહીં મેકલ્યો છે, તે હે સ્વામિન! પિતાની સત્યપ્રભાથી મન્મથના મદને મડનાર પુત્રને માટે રતિને જીતનારી તે કન્યાને સ્વીકાર કરે, અને તે રાજને ઉત્સવને પ્રસંગ આપવાથી, કન્યાને વરના લાભથી અને મને તકર્મની સફળતાથી હે સ્વામિન ! આનંદિત કરો.” - એ પ્રમાણે દૂતના બોલ્યા બાદ આનંદ પામતા રાજાએ સિંહ શ્રેણીના મુખ તરફ પિતાની દષ્ટિ નાખતાં કહ્યું કે – “હે બંધ ! આચણ બંનેમાં કઈ અંતર નથી, તે મારા
પુત્રને લઈને નાગપુર જા અને એ સંબંધ કરી દે.” એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org