________________
વિદ્યાપતિની કથા. -- તેની ભાગ્યદેવી દરરોજે રાજભવનમાં રત્નની વૃષ્ટિ કરવા લાગી.
આ ધર્માધીન છે” એમ ધારી તેને જીતવાને તૈયાર થએલા રાજાઓને જિનના અધિષ્ઠાયક યક્ષેએ રોગ ઉપજાવીને નસાડી મૂક્યા. પછી તે શત્રુઓનાં સૈન્યના ભયંકર પડાવને તથા તેઓની શક્તિના સ્તંભનને જાણીને હર્ષ પામતે વિદ્યાપતિ વિચારવા લાગ્યો અહે! ઈંદ્ર જેવા પરાક્રમી શત્રુરાજાઓ પણ ધર્મના પ્રભાવથી દુષ્કીર્તિને સ્થાનરૂપ વિનાશને પ્રાપ્ત થયા છે. અલ્પ પરિગ્રહને સેવતા મને ધારણ કરનાર ધર્મે, મહાપરિગ્રહી શત્રુઓને જીતવાને સહાયતા આપી, માટે સમસ્ત પરિગ્રહને ત્યાગ કરીને એને લેવું, તે અંતરંગ શત્રુને નાશ કરવામાં પણ મને તે જરૂર મોટી સહાય કરે.” એમ ચિંતવીને ગારસુંદરીથી જન્મેલ શંગારસેન પુત્રને વિદ્યાપતિએ પિતાના પદે સ્થાપે, અને સંયમસૂરિ નામના આચાર્ય પાસે પિતે દીક્ષા લઈને તેણે તપરૂપી અગ્નિથી પોતાના આત્માને શુદ્ધ કલ્યાણ (સુવર્ણ) મય કર્યો. પછી આયુ પૂર્ણ થતાં વિદ્યાપતિ મુનિ સ્વર્ગે ગયા અને ત્યાંથી મનુષ્ય અને દેવના પાંચ ભવ કરીને તે પરમપદને પામ્યા, માટે ભવ્યએ આ વિદ્યાપતિના દૃષ્ટાંતનું નિશ્ચલ મનથી મનન કરી ધર્મની ઈચ્છા રાખીને અલ્પ કે મિતપરિગ્રહનું પ્રમાણ કરવું.
પરિગ્રહણપરિમાણ ઉપર વિદ્યાપતિની કથા in
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org