________________
૨૦
સત્ય વ્રત ઉપર
૨. સત્ય વ્રત વિષે હંસ રાજાની કથા.
અહિંસારૂપ લતાને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન મૃષાવાદવિરમણવ્રત પણ ભવ્યાના ભાવને અંત લાવે છે.
ક્યાંય પણ અસત્ય ન બોલવું તે બીજું અણુવ્રત છે. તેમાં પણ વિશેષે કરીને ભૂમિ, કન્યા, ગેધન (પશુ), થાપણ તથા ખેટી સાક્ષી–એ પાંચ બાબતમાં તે અસત્ય ન જ બલવું. જેનાથી પ્રાણીઓને અહિત થાય તેવું સત્ય પણ ન બેલવું. પ્રશ્ન કરનારને સુજ્ઞ જનેએ વચનવિસ્તારથી નિશ્ચયપૂર્વક બોધ આપ. અસત્ય છતાં ધર્મને હિતકર થાય તેવું વચન બેલવાથી પુણ્યને સંચય થતે લેવાથી સત્ય પણ તેની બરાબરી કરી શક્ત નથી. એવી રીતનું સત્ય વચન બોલનાર રાજપુરીના સ્વામી હંસરાજા વૈભવને પામ્યો તે દૃષ્ટાંત નીચે પ્રમાણે--
S
- નિરંતર ધર્મમાં રમનાર અને સત્ય વચનના વ્રતવાળે હંસ રાજા એક વાર અલ્પ પરિવાર લઈને એક માસ પહોંચી શકાય એવા રત્નશિંગ નામના પર્વત પર પૂર્વજોએ બંધાવેલ ચંત્યમાં ચૈત્રી પુનમની યાત્રા ઉત્સવ પ્રસંગે અષભદેવપ્રભુને વંદન કરવાને ચાલે. એવામાં અધે રસ્તે જતાં પાછળથી એકદમ આવેલા કેઈ ચરપુરુષે વિનંતિ કરી કે-“હે નરેશ! તમે યાત્રાર્થે નીકળતાં દશમે દિવસે સીમાડાને અજુન નામને શત્રુ રાજા આપની નગરી પર ચડી આવ્યું છે. નાસતા ચેકીદારને દૂર ખસેડી તથા દ્ધાઓને મારીને તેણે ભંડાર, હાથીઓ અને અશ્વો સહિત રાજભવનને કબજે કરેલ છે.
ભયાતુર થયેલ સમસ્ત નગરને અભયદાનથી આનંદ પમાડી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org