________________
સમ્યક વત્રતા ધર્મ પર જે અંતરમાં અચલ શ્રદ્ધા હોય તે તત્વજ્ઞ જજોએ આત્મહિતકારી તે સમ્યકત્વ સમજવું. એ સમકિતના પ્રભાવથી દેવતાએ મનુષ્યના દાસ બને છે અને વિક્રમ સજાની જેમ સમસ્ત લક્ષ્મી સાંપડે છે તે વિક્રમ રાજાનું દષ્ટાંત નીચે પ્રમાણે
જબૂદ્વીપમાં પુષ સમાન કુસુમપુર નામે નગર છે, જ્યાં સુવર્ણભવનની કાંતિ કેસરા સમાન શેભતી હતી. એ નગરમાં વસુધાવધૂના તિલક સમાન હરિતિલક નામે રાજા હતે. મનહર ગુણેથી ગોરી સમાન તેને ગરી નામે રાણી હતી. લાખ માનતાઓ કરતાં તેમને અત્યંત દક્ષ તથા વંધ્યત્વ દેશને ટાળનાર પુત્ર થયે. એ ગર્ભમાં હતું ત્યારે રાજાએ પરાક્રમથી શત્રુઓને હરાવ્યા તેથી માતાએ મહત્સવ પૂર્વક તેનું વિક્રમ એવું નામ પાડયું. સમય આ તે વિનયી અને ઉપાધ્યાયના કહેવા પ્રમાણે વર્તનાર તે અભ્યાસ કરતાં બધાં શસ્ત્ર તથા સમસ્ત કળાઓમાં કુશળ થયે. પછી કામ-ગજના કીડાવન સમાન તારુણ્ય પામતાં તેને રાજાએ બત્રીશ કન્યાઓ પરણવી. હવે બત્રીશ વાસભવનમાં રમશુઓ સાથે તે ભેગવિલાસ કરવાને ઉત્સુક થયે તેવામાં અકસ્માત તેને વ્યાધિઓ લાગુ પડ્યા. કઢ, ખાંસી, જવર શ્વાસ, સેજા, શલ. જલદર, શિરપીડા, કંઠમાળ, નેત્રપીડા, વમન અને વાત (વાયુ એ વ્યાધિઓથી તે પીડા પામ્યું. દેવ-ચક્ષાદિની માનતાઓ જુલાબ, મંત્ર કે ઔષધક્રિયા કરતાં પણ જડ માણસને જેમ હિતકર વાક્ય વૃથા થાય તેમ તે બધું તેને વ્યર્થ થયું. તેના નાક, હોઠ તથા હાથ-પગ સડી ગયા. પિડાથી અત્યંત દુઃખી થઈ પથારી પર પડ્યો પડ્યો તે રાતદિવસ મહાકષ્ટથી બરાડા પાડતે હતે. એટલે તેણે પીડાની શાંતિ માટે નગરની બહાર રહેલા ધનંજય ચક્ષને સે પાડા ચડાવવાની માનતા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org