________________
થાયે
થાયે
શ્રી પર્યુષણની થાય.
વરસ દિવસમાં અષાડ ચોમાસું તેમાં વળી ભાદર માસ,
આઠ દિવસ અતિ ખાસ; પર્વ પજુસણ કરે ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરે ઉપવાસ,
પિસહ લીજે ગુરૂ પાસ; વડા કલ્પને છઠ્ઠ કરીએ, તેહ તણે વખાણ સુણજે,
ચાદ સુપન વાંચીજે; પડેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહેચ્છવ મંગલ ગાય,
વીર જિણેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર,
વીર તણે પરિવાર, ત્રીજા દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરને અવરાત,
• વળી નવ ભવની વાત વીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણીશ; ધવળ મંગળ ગીત ગહુંળી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ,
અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવે, તેહ તણે પડતું વજડા,
ધ્યાન ધરમ મન ભાવે; સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય,
બારશે સૂત્ર સુણાય; થિરાવલી ને સમાચારી, પટ્ટાવળી પ્રમાદ નિવારી,
સાંભળજો નરનારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ,
- શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org