________________
-
બીજની થાય. દિન સકળ મનેહર, બેજ દિવસ સુવિશેષ, રાય રાણ પ્રણમે, ચંદ્ર તણી જીહાં રેખ; તીહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેહ, હું બીજ તણે દિન, પ્રણમું આપ્યું નેહ. અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ, અરનાથ સુમતિજિન, વાસુપુજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણું, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. પરકા બીજે દુવિધ ધર્મ ભગવંત, જેમ વિમળ કમળ દેય, વિપુલ નયન વિસંત, આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતકને પરિહાર. ગજગામિની કામિની, કમળ સુકેમળ ચીર, ચકકેસરી કેશર, સરસ સુગંધ શરીર; કર જેતી બીજે હું પ્રણમું તલ પાય, એમ લબ્દિવિજય કહે, પૂરે મને રથ માય. ૪
પંચમીની થાય. પ્રાવણ શુદિ દિન પંચમીએ, જમ્યા નેમિ જિર્ણદ તે, યામ વરણ તનુ ભતું એ, મુખ શારદકે ચંદ તે સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તે,
૧ હાથણ જેવી ચાલવાળી. ૨ કમળ જેવાં સુકેમળ વસ્ત્રવાળી. કેશર જેવી સરસ સુગંધી કાયાવાળી. ૪ શરીર. ૫ શરદ પૂર્ણિમા સંબંધી અતિ ઉજવળ નિર્મળ-સ્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org