________________
વિભાગ બીજો
વરદત્ત ને ગુણમંજરી, પંચમી આરાધી; અંતે આરાધના કરી, શિવપુરીને સાધી. મણિપ જે આરાધશે એ, પંચમી વિધિ-સંયુક્ત; જિને ઉત્તમ પદ પદ્મને, નમી થાયે શિવ-ભક્ત..
૧૮. આઠમનું ચૈત્યવંદન. આઠ ત્રિગુણ જિનવરતણી. નિત્ય કીજે સેવા, વહાલી મુજ મન અતિ ઘણી, જિમ ગજ મન રેવો. પ્રતિહારજ આઠશું, ઠકુરાઈ છાજે; આઠ મંગળ આગલે, જેને વળી રાજે. ભાંજે ભય આઠ ટકાએ, આઠ કર્મ કરે દૂર, . આઠમ દિન આસધતાં, જ્ઞાનવિમલ ભરપૂર.
૧૯. અષ્ટમીનું ચૈત્યવંદન. મહા સુદ આઠમને દિને, વિજયાસુત જા; તિમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચડી આવ્યું. ચિંતર વદની આઠમે, જનમ્યા ઋષભ જિલુંદ, દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. માધવે સુદિ આઠમ દિને, આ કર્મ કરી દૂર અભિનંદન ચડ્યા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. હિજ આઠમ ઉજળી, જનમ્યા સુમતિ જિણું, આઠ જાતિ કળશે કરી, હવા સુર ઈદ. જનમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી, નેમ અષાડ સુદિ આઠમે, અમી ગતિ પામી. શ્રાવણ વદની આઠમે, નમિ જનમ્યાં જગ-ભાણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિરવાણ. જાદવા વદિ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ;
જિન ઉમે પદ પાને, સેવ્યાથી શિવ-વાસ. (છે Jain Education International For Private & Personal Use Only www.jainelibråry.org
,