________________
-
-
૨૦
વિભાગ બીજો ૪. શ્રી રાયપગલાનું ચૈત્યવંદન. એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વદે, રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદ એહ ગિરિને મહિમા અનંત, કુણ કરે વખાણ; ચૈત્રી પૂનમને દિને, તે અધિકે જાણ. એહ તીરથ સે સદા એ, આણું ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકે, દાનવિજય જયકાર.
૫. વિવિધતીર્થ–મૈત્યવંદન.. આદિ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણું, ત્યાં ત્યાં કરૂં પ્રણમ. શેનું જે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આ ઋષભ જુહાર. અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સેય. સમેતશિખર તીરથ વડે, જિહાં વીશે જિન પાય; વૈભારગિરિ-વર “ ઉપરે, શ્રીવીરજિનેશ્વર રાય. માંડવગઢને રાં -નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ.
૬. શ્રીષભદેવસ્વામીનું ચૈત્યવંદન. આદિ દેવ અલવેસ, વિનીતાને રાયક, નાભિરાયા કૂળ–મંડણે, મરુદેવામાય. પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ-દયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જેમાં આયુ વિશાળ. (૨) વૃષભ-લંછન જિન વૃષભ ધસએ, ઉત્તમ ગુણ-મણિ–ખાણ;
તસ પદ પ સેવન થકી, લઈએ અવિચલ ઠ@. (૩) Jain Education International For Private & Personal use only. www.jainelibrary.org
$
$
?