________________
૬િ૬) િ
)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
૪ અ. શ્રી પચ્ચીસ બોલો ) ૧. પહેલે બોલે – મહાવીર પ્રભુએ એકાકી દીક્ષા લીધી અને મોક્ષ પણ એકલા જ ગયા.
ઉર્વીલોકે સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ જોજનનું છે. તીચ્છ લોકે જંબુદ્વીપ એક લાખ જોજનનો છે.
અધોલોકે સાતમી નરકનો અપઠાણ નરકાવાસો એક લાખ જોજનનો છે.
ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર અને આદ્ર નક્ષત્ર એ ત્રણ નક્ષત્રનો એકેકો તારો કહ્યો છે.
૨. બીજે બોલે – ધર્મકરણી કરતી વખતે બે દિશા સન્મુખ બેસી કરવી તે પૂર્વ અને ઉત્તર.
બે પ્રકારે ધર્મ કહ્યો છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ બે પ્રકારે જીવ કહ્યા છે. સિદ્ધ અને સંસારી. બે પ્રકારે દુઃખ કહ્યું છે. શારીરિક અને માનસિક દુઃખ.
ચાર નક્ષત્રોના દરેકના બે બે તારા છે, પૂર્વા ફાલ્ગની, ઉત્તરાફાલ્ગની, પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ.
૩. ત્રીજે બોલે – શ્રાવક ત્રણ મનોરથ ચિંતવે તે એવી રીતે કે હે ભગવાન ! હું આરંભ અને પરિગ્રહ ક્યારે છાંડીશ ? હે. ભગવાન ! હું પંચમહાવ્રતધારી ક્યારે થઈશ ? હે ભગવાન ! હું આલોયણા કરી સંથારો ક્યારે કરીશ? તે વખતને ધન્ય છે. .
ત્રણ પકારના જિન કહ્યા ૧. અવધિજ્ઞાની જિન, ૨. મન:પર્યવજ્ઞાની જિન, ૩. કેવળજ્ઞાની જિન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org