________________
૫૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
આ સાત નરકના ગોત્ર. ૧. રત્નપ્રભા, ૨. શર્કરાપ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪. પંકપ્રભા, પ. ધૂમ્રપ્રભા, ૬. તમસ્ પ્રભા, ૭. તમઃતમસ્ પ્રભા. એ સાત ન૨કનાં ગૌત્ર ગુણ નિષ્પન્નથી છે તે શું શું ગુણ છે ? તે કહે છે. ૧ રત્નપ્રભામાં રત્નના કુંડ છે.
૨ શર્કરાપ્રભામાં મરડીયા પાણા છે.
૩ વાલુકાપ્રભામાં વેળુ છે.
૪ પંકપ્રભામાં લોહી માંસના કાદવ જેવા પુદ્ગલો છે. ૫ ધૂમ્રપ્રભામાં ધૂમાડો છે.
૬ તમપ્રભામાં અંધકાર છે.
૭ તમ તમસ્ પ્રભામાં અંધકારમાંહિ અંધકાર છે.
એ સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને નારકીના
કુલ ૧૪ ભેદ થાય. નારકીની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. તેનાં કુળ પચ્ચીશ લાખ ક્રોડ છે. ૨. તિર્યંચ
તિર્યંચ પંચેન્દ્રિયના કુલ ૨૦ ભેદ. ૧. જળચ૨, ૨. સ્થળચર, ૩. ઉ૨પરિસર્પ, ૪. ભુજપરિસર્પ, ૫. ખેચ૨. તે પાંચેના બે બે ભેદ છે ૧. ગર્ભજ, ૨. સંમૂર્છિમ, એમ ૧૦ ભેદ. તે ૧૦ ના અપર્યામા અને પર્યાપ્તા મળી કુલ ૨૦ ભેદ.
:
૧. જળચ૨ : જે જળમાં (પાણીમાં) ચાલે તેને જળચર કહે છે. તે જીવ, ૧ મચ્છ, ૨ કચ્છ, ૩ મગરમચ્છ, ૪ કાચબા, ૫ ગ્રાહ, ૬ દેડકા, ૭ સુસુમાલ, વિ. જળચરના ઘણા ભેદ છે. તેના કુળ સાડાબાર લાખ ક્રોડ છે.
૨. સ્થળચ૨ : જમીન (સ્થળ) પર ચાલે તેને સ્થળચર કહે છે. તે સ્થળચરના ચાર ભેદ. ૧ એક ખુર, ૨ બે ખૂ, ૩ ગંડીપદ,
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org