________________
અભ્યાસીઓને ઘણું જ અનુકુળ પડશે તથા થોકડાના ભાવો સમજવામાં સુગમતા રહેશે તેવી આશા અને સંપૂર્ણ વિશ્વાસ છે. આ પુસ્તક સહુના જ્ઞાનમાં વૃદ્ધિ કરનારું, કર્મ નિર્જરાનો રાહ બતાવનારું અને ઘટી રહેલા શ્રુતજ્ઞાનને વધારનારું બને તેવી અંતરની ભાવના છે.
સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત) સમગ્ર ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ઘણી સુંદર શાસન પ્રભાવનાની પ્રવૃત્તિ કરી રહેલ છે. મંડળનો પ્રવૃત્તિ પરિચય આ પુસ્તકમાં અન્યત્ર આપેલ છે. - પૂ. સાધુ સાધ્વીજીઓ તથા વિદ્વાન શ્રાવકો દ્વારા પુસ્તકમાં રહેલી ક્ષતિઓ માટે આગમિક સુધારા તરફ દોરેલ ધ્યાન માટે તથા તેમણે આપેલ સહકાર બદલ તેમના અમે ઋણી છીએ. આ સંપૂર્ણ પુસ્તકનું પુફ વાંચવામાં તથા સમગ્ર પુસ્તકને તૈયાર કરવામાં શ્રી અતુલભાઈ એમ. ચુડગર તથા શ્રીમતિ નીતિબેન ચુડગરે સતત પરિશ્રમ લીધો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રુતજ્ઞાન માટે અનુમોદન આપનાર ભાગ્યશાળી દાતાઓને હૃદયના ભાવપૂર્વકના આનંદન. પુસ્તકનાં સુંદર મુદ્રણ માટે શ્રી વિજયભાઈ, સસ્તું પુસ્તક ભંડારવાળાનો આભાર માનીએ છીએ. આ સર્વ કાર્યનું સંચાલન કરનાર સુધમ પ્રચાર મંડળના સંયોજક શ્રી ભદ્રેશભાઈ શાહની સેવા અને લગની પ્રશંસનીય છે.
પુસ્તક તૈયાર કરવામાં શક્ય તેટલો ઉપયોગ રાખવા છતાં સ્કૂલના થઈ જવા સંભવ છે. પુસ્તકનો અભ્યાસ કરતાં ભૂલો ધ્યાનમાં આવે તો તરત અમોને લખી જણાવવા વિનંતી છે જેથી નવી આવૃત્તિમાં સુધારો થઈ શકે. સમગ્ર પુસ્તકમાં અજાણતા અલાના રહી જતા જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના થઈ હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહીએ છીએ.
લિ. શ્રી જશવંતલાલ શાંતિલાલ શાહ સુધર્મ પ્રચાર મંડળ, પ્રમુખ.
તા. ૧૫/૧/૨૦૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org