________________
3
પ્રકાશકનું નિવેદન
(ચતુર્થ આવૃત્તિ)
આગમનું દોહન અને મંથન કરી આચાર્યોએ મેળવેલું અમૃત એટલે થોક સંગ્રહ (થોકડા). આ થોકડાનો સ્વાધ્યાય અને તેની સમજણ પ્રાપ્તિ કરવી એ જ આપણા સ્થાનકવાસી જૈન ધર્મનાં શ્રાવકો માટે સુંદર સમયનો સદુપયોગ અને મહાન કર્મનિર્જરાનું કારણ છે. આથી જ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહની ત્રણ આવૃત્તિ છપાઈ ગઈ હોવા છતાં ખૂબ જ ટૂંક સમયમાં અલભ્ય થઈ ગઈ. અભ્યાસીઓને પથદર્શક એવા આ પુસ્તકની નવી સુધારેલી આવૃત્તિ છપાવવાનું કાર્ય સુધર્મ પ્રચાર મંડળે હાથ ધર્યું.
ખૂબ જ ટૂંકા સમયમાં પુસ્તકમાં રહેલી ત્રુટિઓને સિદ્ધાંતનો આધાર લઈ સુધારી આ નવી આવૃત્તિ પ્રસ્તુત કરતા સુધર્મ પ્રચાર મંડળ આનંદ અનુભવે છે. આજ સુધીમાં ત્રણ આવૃત્તિ રૂપે છપાયેલ આ પુસ્તકની આઠ હજાર પ્રતો અભ્યાસીઓને સ્વાધ્યાય, મનન, ચિંતનમાં સહાયતા કરી રહેલ છે તે એક આનંદનો અને ગૌરવનો વિષય છે. આજના સમયને અનુરૂપ સાદું ગુજરાતી, અઘરાં શબ્દોનાં અર્થો, કંઠસ્થ કરવા માટે મદદરૂપ તેવા કોઠાઓ વિ. થી ખૂબ સહેલાઈથી સમજી શકાય તેવી શૈલીનાં આધારે તૈયાર કરાયેલ આ પુસ્તક
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org