________________ શ્રાવકના ત્રણ મનોરથો. પહેલા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે અહો જિનેશ્વર દેવ ! આ બાહ્ય અને આત્યંતર પરિગ્રહ, વિષય અને કષાયને વધારનાર છે. રાગ-દ્વેષના મૂળ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો નાશ કરનારા છે. અઢાર પાપને વધારનાર, દુર્ગતિને દેનાર છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. તેથી ક્યારે હું આરંભ અને પરિગ્રહ થોડો કે વધુ ઘટાડીશ કે ઓછો કરીશ તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. " બીજા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે અહો જિનેશ્વ૨ વ્ર ! ક્યારે હું ગૃહવાસનો ત્યાગ કર૪, સંસારનો ત્યાગ ' કરી, અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરી, દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈને, દીક્ષા અંગીકાર કરીને, દશ પ્રકારનો સાધુધર્મ, સત્ત૨ પ્રકારનો સંયમ પાળતો થકો, વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલનારી બનું, તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. " શ્રી મનોરંથમાં શ્રાવૈકજી એમ ચિતવે છે કે અહો જિનેશ્વર દેવ ! ક્યારે હું ચારે આહારનો ત્યાગ કરી, અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોની આલોચના કરી પડિક્કમિ, નિંદી, નિઃશલ્ય થઈ બધા જીવોનેખમ ની અતિ પ્રેમથી પાલન પોષણ કરેલા, આ શરીરના મમત્વને હટાવીને, ચાર શરણ લેતો થકો પંડિત મ૨ણે મરીશ, તે દિવસ મારી ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. 2 ain Education international For Private & Personal Use Only www.jainelibrary