SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ 1 2 ઘોર પાપ આચરણવાળા અને ક્રુર પરિણામવાળા અસુર જાતિના દેવો જે ત્રીજી નરક સુધી નારકના જીવોને વિવિધ પ્રકારના દુઃખો આપે છે તેને પરમાધામી દેવો કહે છે. તેઓ મિથ્યાત્વી હોય છે. તેમના નામ અને કાર્ય (૧) અંબ – નારક જીવોને ઊંચે આકાશમાં લઈ જઈને એકદમ નીચે પછાડે છે. (૨) અંબરિષ – નારકી જીવોના છરી આદિથી નાનાનાના ટૂકડા કરીને ભઠ્ઠીમાં પકાવવા યોગ્ય બનાવે છે. (૩) સામ – દોરડાથી યા લાત આદિથી નારકી જીવોને પીટે છે અને ભયંકર સ્થાનમાં ફેંકી દે છે. (૪) સબલ – શરીરના આંતરડા, નસો અને કાળજું આદિને બહાર ખેંચી લે છે. (૫) રૂદ્ર – ભાલા આદિ શસ્ત્રોમાં નારકીના જીવોને પરોવે છે. (૬) વૈરૂદ્ર-નારીના અંગોપાંગને તોડી નાખે છે. (૭) કાળ - નારકી જીવોને કઢાઈ આદિમાં પકાવે છે. (૮) મહાકાળ – નારકી જીવોના માંસના ટૂકડે ટૂકડા કરી નાખે છે અને તેમને જ ખવડાવે છે. (૯) અસિપત્ર – વૈક્રિય શક્તિ દ્વારા તલવારના આકારના પાંદડાથી યુક્ત વનની વિકૃવણા કરીને તેમાં બેઠેલા નારકી જીવો ઉપર તલવાર જેવા પાંદડાને ઉપરથી ફેંકીને તલ-તલ જેવા નાના-નાના ટૂકડા કરી નાખે છે. (૧૦) ધનુષ્ય - વિકૃવણાથી બનાવેલ ધનુષ્યથી બાણ છોડીને નારકી જીવોના કાન આદિ કાપે છે. (૧૧) કુંભ – તલવાર આદિ દ્વારા કાપેલા નારકી જીવોને કુંભીઓમાં પકાવે છે. (૧૨) વાલુ - વૈક્રિય શક્તિ દ્વારા બનાવેલ કદમ્બ પુષ્પના આકારવાળી અથવા વજ સમાન વેળુ-રેતીમાં નારકી જીવોને ચણાની જેમ ભૂજે છે–શકે છે. (૧૩) વૈતરણી – વૈક્રિય શક્તિથી ગરમ કરેલા માંસ, રૂધિર, રસી, તાંબું, સીસું વગેરે પદાર્થોથી ઊકળતી નદીમાં નારકી જીવોને ફેંકીને તરવાને માટે કહે છે. (૧૪) ખરસ્વર – વજ સમાન કાંટાવાળા અવાજ કરતા થકા અથવા કરૂણ રૂદન કરતા થકા નારકી જીવોને ખેંચે છે. (૧૫). મહાઘોષ – ડરથી ભાગતા થકા નારકી જીવોને પશુઓની જેમ વાડામાં પૂરી દસ છે. અને જોરથી ખીજાતાં થકા તેઓને ત્યાંજ રોકી રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy