SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - શ્રી છકાયના બોલ - ત્રીજો તેઉકાયનો વિસ્તાર - તેઉકાય (અગ્નિ) ના બે ભેદ - સૂક્ષ્મ અને બાદર. તે બન્નેના ૧. અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા એમ કુલ ચાર ભદ. બાદર તેઉકાય ફક્ત અઢીદ્વીપમાં છે. તે બાદર અગ્નિકાયનાં ૧૪ ભેદ છે તેના નામ :- ૧ અંગારાની અગ્નિ, ર ભરહાડની અગ્નિ, ૩ તૂટતી જ્વાલાની અગ્નિ, ૪ અખંડ જ્વાલાની અગ્નિ, પ ઉંબાડાને અગ્નિ, ૬ ચકમકની અગ્નિ.૭ વિજળીનો અગ્નિ, ૮ તારાની અગ્નિ, ૯ અરણીનો અગ્નિ, ૧૦ વાંસની અગ્નિ, ૧૧ કાટકાની અગ્નિ, ૧૨ સૂર્ય સામાં ચમા ધરે તેમાંથી ઝરે તે અગ્નિ, ૧૩ દાવાનળની અગ્નિ, ૧૪ નીંભાડાને અગ્રિ. એ ઉપરાંત અગ્નિનાં ઘણાં ભેદ છે. તે એક અગ્નિના તણખામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યાં છે. તેમાંથી એકેકો જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યાપ્તની નિશ્રાયે અસંખ્યાત અપર્યાપ્ત છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું , ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિનું છે. તેનાં કુળ ૩ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન (આકાર) સોયના ભારા જેવું છે. વર્ણ લાલ છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ તેઉકાયનો વિસ્તાર. ચોથો વાઉકાયનો વિસ્તાર વાઉકાયના બે ભેદ – સૂક્ષ્મ અને બાદર. તે બન્નેનાં ૧. અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા એમ કુલ ચાર ભેદ. ૧ એવી અગ્નિ કે જેની જ્વાળાઓ એક સરખી લંબાઈની નહોય પણ વચમાં તૂટી પડતી હેય. ૨ લુહારની ભઠ્ઠી. ૩ જંગલમાં ઝાડ ઘસાવાથી ઉત્પન્ન થાય તે. ૪ જ્યાં કુંભાર માટલાને પકાવવા અગ્નિ કરે તે. - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy