________________
-
--
ચૌભંગી મોઢે કડવા બોલો અને મનમાં મીઠો. ૪. એક મોઢે કડવા બોલો અને મનમાં મેલો.
૨. ચાર જાતનાં ફૂલ – ૧ ફૂલ સુગંધ કરીને સહિત અને રૂપે કરીને પણ સહિત ચંપા, ગુલાબનું ફૂલ. ૨. એક ફૂલ સુગંધ સહિત છે પણ રૂપ નહીં તે બોરસલી, પોયણનું ફૂલ. ૩. એક ફૂલ રૂપ સહિત છે પણ સુગંધ નથી તે આવળનું ફૂલ. ૪. એક ફૂલને રૂપ નથી અને સુગંધ નથી તે આકડા ધતુરાનું ફૂલ. એ દૃષ્ટાંતે ચાર પકારના પુરૂષ છે, તે કહે છે – ૧. એક પુરૂષ રૂપ સહિત છે પણ શીલ સહિત નથી તે બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેરે. ૨. એક પુરૂષ શીલ સહિત છે પણ રૂપ નથી તે હરીકેશી અણગારની પેરે. ૩. એક પુરૂષ રૂપવંત છે અને શીલવંત પણ છે તે ભરત રાજાની પેરે. ૪. એક પુરૂષને રૂપ નથી અને શીલ એટલે ભલો આચાર પણ નથી તે કાળસૂર્યા કસાઈની પેરે.
૩. ચાર પ્રકારના શ્રાવક – ૧. સાધુને, માતાપિતા સમાન, ર. ભાઈબંધ સમાન, ૩. ભાઈ સમાન, ૪. શોક્ય સમાન. ચાર પ્રકારના શ્રાવક ૧. અરીસા સરખા શ્રાવક તે સાધુ જેવું સિદ્ધાંત કહી સંભળાવે તેવું પાછું ફરી કહી બતાવે. ૨. બીજા ધ્વજા સરીખા, તે વિચિત્ર દેશના સાંભળી મન આઘુંપાછું થઈ જાય. ૩. ત્રીજા ટૂંઠ, થાંભલા સરખા, તે લીધી વાત ખોટી ઠરે છતાં પણ મૂકે નહીં. ૪. ચોથા કાંટા સરખા, શિખામણ દેનારને પણ સામાં વચન કહી દુઃખ દે.
૪. ચાર પ્રકારના કરંડીયા – ૧. રાજનો કરંડીયો તે સમાન તીર્થકર દેવ. ૨. વ્યવહારીઆનો કરંડીયો તે સમાન ગણધર દેવ. ૩. વેશ્યાનો કરંડીયો તે સમાન અન્યદર્શની. ૪. ચંડાલન કરંડીયો તે સમાન જંત્ર મંત્ર કરનાર સાધુ. *
૫. ચાર કષાય – કઈ કઈ જગ્યાએ લાભે તે કહે છે. ૧. નારકીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org