________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સુધી. પરિ. વિશુ. માં જ. ૯ માં પૂર્વની ત્રીજી આચારવત્યુ સુધી ઉ. ૧૦ પૂર્વમાં ન્યૂન. યથા. ચા. માં જ. અષ્ટપ્રવચન, ઉ. ૧૪ પૂર્વ સુધી (છબસ્થ અવસ્થામાં) અથવા સૂત્ર (શ્રુત) વ્યતિરિક્ત (ક્વળજ્ઞાન આશ્રી).
૮. તીર્થ દ્વાર – સામા., સૂક્ષ્મ, યથા. ચારિત્રી તીર્થ અને અતીર્થ બન્નેમાં હોય (અતીર્થમાં છદ્મસ્થ તીર્થકર અને પ્રત્યેક બુદ્ધ અપેક્ષા). છેદો. તથા પરિ. વિ. ચારિત્રી તીર્થમાં જ હોય.
૯. લિંગ દ્વાર – પરિ. વિ. ચારિત્રી દ્રવ્ય – ભાવથી સ્વલિંગી હોય છે. શેષ ચાર સંયતિ દ્રવ્યથી સ્વલિંગી, અન્યલિંગી કે ગૃહસ્થલિંગી હોય પણ ભાવથી સ્વલિંગી હોય.
૧૦. શરીર દ્વાર - સામા, છેદો. માં ૩–૪–૫ શરીર. શેષ ત્રણમાં ૩ શરીર હોય.
૧૧. ક્ષેત્ર દ્વાર – સામા., સૂક્ષ્મ, યથા. ૧૫ કર્મભૂમિમાં હોય. છેદો, પરિ.વિ. ફક્ત ૫ ભરત, ૫ ઈરવતમાં જ હોય. તે ચારે સાહરણ અપેક્ષાએ અકર્મભૂમિમાં હોય. પરિ વિ. સંયતિનું સાહરણ ન થાય.
૧૨. કાળ દ્વાર – સામા. ચારિત્રી અવસર્પિણી કાળના ૩–૪–૫ મા આરામાં જન્મ અને ૩-૪-૫ મા આરામાં વિચરે. ઉત્સર્પિણી કાળના ર-૩–૪ થા આરામાં જન્મ અને ૩–૪ થા આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં સદા હોય. સાહરણ અપેક્ષા અન્ય ક્ષેત્ર (૩૦ અકર્મભૂમિ) માં પણ હોય. છેદો. ચારિત્રી મહાવિદેહમાં ન હોય, શેષ ઉપરવતું. પરિ.વિ. અવસર્પિણી કાળના ૩–૪ થા આરામાં જન્મ અને ૩–૪–૫ મા આરામાં વિચરે. ઉત્સ. ના ૨–૩–૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે, મહાવિદેહમાં ન હોય, સાહરણ ન થાય. સૂક્ષ્મ., યથા. ચારિત્રી : અવસર્પિણી કાળના ૩–૪ થા આરામાં જન્મ અને ૩–૪–૫ મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org