________________
ષટ્ દ્રવ્ય ૫૨ ૩૧ દ્વાર
૪૭૧
૮ ૨૭. પ્રવેશ દ્વાર ઃ– એક એક આકાશપ્રદેશ પર પાંચેય દ્રવ્યોનો પ્રવેશ છે. તેઓ પોતપોતાની ક્રિયા કર્ય જાય છે. છતાં એક બીજામાં ભળી જતાં નથી જેમ એક નગરમાં પાંચ માણસ પોતપોતાના કાર્ય કરતા રહે પણ એકરૂપ ન થાય.
૨૮. પૃચ્છા દ્વા૨ : શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવી૨ સ્વામીને સવિનયે આ પ્રમાણેના પ્રશ્નો પૂછે છે અને શ્રી મહાવી૨ પ્રભુ તેના ઉત્તર આપે છે.
૫ ૧. ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાય ? જ. નહિ. (એવંભૂતનય અપેક્ષાએ) ધર્માસ્તિકાયના ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશ, જેમાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ બાકી હોય ત્યાં સુધી ધર્માસ્તિકાય ન કહેવાય. સંપૂર્ણ પ્રદેશ યુક્તને જ ધર્માસ્તિકાય કહે છે.
૫ ૨. કેવી રીતે ? જ. એવંભૂત નયવાળો થોડા પણ તૂટેલા અપૂર્ણ પદાર્થને પદાર્થ ન માને. અખંડિત દ્રવ્ય ને જ દ્રવ્ય કહે. તેમ બધાં દ્રવ્યો માટે સમજવું.
૫ ૩. લોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ?
રત્નપ્રભા ૧,૮૦,૦૦૦ યોજનની છે. તેની નીચે ૨૦,૦૦૦ યોજન ઘનોદિધ છે. તેની નીચે અસંખ્ય યોજન ઘનવાયુ, અસંખ્ય યોજન તનવાયુ, અસંખ્ય યોજન આકાશ છે. તે આકાશના અસંખ્યાતમા ભાગમાં લોકનો મધ્યભાગ છે. ૫ ૪. અધોલોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ?
જ.
તે પંકપ્રભાની નીચેના આકાશપ્રદેશ સાધિકમાં છે. પ્ર ૫. ઉર્ધ્વલોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ?
જ.
બ્રહ્મ દેવલોકનાં ત્રીજા રિષ્ટ પ્રતરમાં છે.
.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org