SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડા જોયણ ૪૪૩ ધ્વજા અને ૮-૮ માંગલિક છે. દ૨વાજાની બન્ને ત૨ફ બબ્બે ચોતરા છે. તેની ઉપર પ્રાસાદ, તોરણ, ચંદનકળશા, ઝારી, થાળ, ધૂપકડછા અને મનોહર પુતળીઓથી શોભે છે. ક્ષેત્રોનો વિસ્તાર (૧) ભરત ક્ષેત્ર : મેરૂની દક્ષિણે અર્ધચંદ્રાકારે છે. મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવવાથી ભરતના બે ભાગ થાય છે. ઉત્ત૨ ભરત અને દક્ષિણ ભરત. ભરતની મર્યાદા કરનાર ફૂલહિમવંત પર્વત ૫૨ પદ્મદ્રહ છે. તેમાંથી ગંગા અને સિંધુ નદી નીકળીને તમા ગુફા અને ખંડપ્રભા ગુફાની નીચે વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રને મળે છે. આથી ભ૨તના છ ખંડ થાય છે. દક્ષિણ ભ૨ત ૨૩૮ જોજન ૩ કલાનું છે. તેમાં ૩ ખંડ છે. મધ્ય ખંડમાં ૧૪ હજાર દેશ છે. મધ્ય ભાગમાં કોશલ દેશ, વિનતા (અયોધ્યા) નગ૨ી છે. તે ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી છે. પૂર્વમાં ૧ હજાર અને પશ્ચિમમાં ૧ હજા૨ દેશ છે. કુલ દક્ષિણ ભરતમાં ૧૬ હજા૨ દેશ છે. એવાજ ૧૬,૦૦૦ દેશ ઉત્તર ભરતમાં છે. આ ભ૨તમાં કાળચક્રનો પ્રભાવ છે. (છ આરા વત્). (૨) ઐ૨વત ક્ષેત્ર – મેરૂની છેક ઉત્તરે શીખરી પર્વતથી આગળ ઐરવત ક્ષેત્ર છે. (૩) મહાવિદેહ ક્ષેત્ર – નિષિધ અને નીલવંત પર્વતની વચ્ચે છે. પલંગને સંઠાણે છે. ૩૨ વિજય છે. મધ્યમાં ૧૦ હજાર યોજનના વિસ્તારવાળો મેરૂ છે. પૂર્વ પશ્ચિમ બન્ને ત૨ફ ૨૨-૨૨ હજાર યોજન ભદ્રશાલ વન છે. બન્ને તરફ ૧૬-૧૬ વિજય છે. મેરૂની ઉત્તરે અને દક્ષિણે ૨૫૦-૨૫૦ યોજનના ભદ્રશાલ વન છે. દક્ષિણમાં નિષિધ સુધી દેવકુરૂ અને ઉત્તરમાં નીલવંત સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy