________________
જ009ણિી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ હરિવાસ, રમ્યફવાસ મળે ૨ પલ્યોપમ અને હેમવયક્ષેત્ર, હિરણ્યવયક્ષેત્ર મધ્યે ૧ પલ્ય સુધી, છપ્પન અંતરદ્વીપ મળે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, યુગલયુગલાણી પણે અનંતીવાર
સ્ત્રી પુરૂષનાં રૂપ લઈ ખેલ્યો પણ આત્મા તૃપ્તિ ન પામ્યો. વળી ચક્રવર્તીના ઘરે સ્ત્રી રત્નપણે લક્ષ્મી સરીખા રૂપ અનંતીવાર જીવ લઈ ખેલ્યો પણ તૃપ્તિ ન પામ્યો. વાસુદેવ, માંડલિક રાજા, પ્રધાન, વ્યવહારીયાને ઘરે સ્ત્રી પણે મનોજ્ઞ સુખોમાં પૂર્વક્રોડાદિના આયુષ્યપણે પ્રવર્યો. વળી તે જ જીવ મનુષ્ય મળે કુરૂપવાન, દુર્ભાગી, નીચ કુળ, દરિદ્રી ભર્તારની સ્ત્રીપણે, અલછરૂપ દુર્ભાગીપણે, નટવાપણે પ્રવર્યો. છતાં મનુષ્યપણે સ્ત્રી પુરૂષના અવતાર પૂરાં ન
થયા.
વળી તિર્યંચ પંચેન્દ્રિય જળચરાદિ મધ્ય સ્ત્રી વેદ, પુરૂષ વેદે પ્રવર્યો. વળી તે જીવ સાત નરકમાં, પાંચ એકેન્દ્રિયમાં, ત્રણ વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી તિર્યંચ અને અસંજ્ઞી મનુષ્ય મધ્યે નિયમો નપુંસક વેદે અને સંજ્ઞી તિર્યચ, મનુષ્ય મધ્ય પણ નપુંસક હોય તે સર્વે નપુંસક વેદે જીવ પ્રવર્યો. સ્ત્રી વેદે પ્રવર્યો, તે ઉત્કૃષ્ટ ૧૧૦ પલ્ય અને પૃથફ પૂર્વ ક્રોડ સુધી સ્ત્રી વેદે ખેલ્યો, જઘન્ય આયુષ્ય ભોગવ્યા આશ્રી અંતર્મુહૂર્ત, પુરૂષવેદે ઉત્કૃષ્ટ પૃથક સો સાગર ઝાઝેરા સુધી પુરૂષ વેદ મધ્ય ખેલ્યો. જઘન્ય આઉષ્ય ભોગવ્યા આશ્રી અંતર્મુહૂર્ત, નપુંસકવેદે ઉત્કૃષ્ટ અનંતા કાળચક્ર, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન સુધી નપુંસક વેદે ખેલ્યો. જ્યાં ગયો ત્યાં એકલો પુદ્ગલને સંયોગે અનેક રૂપ પરાવર્તન કીધાં. એ સર્વ વ્યવહાર નય જીવને વિષે જાણવો.
એવા પરિભ્રમણનો મિટાવણહાર શ્રી જૈનધર્મને વિષે શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org