SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ઇંદ્રિયોનો નિરોધ તે ૫, ૨૫ પ્રકારની પડિલેહણા; 3 ગુપ્તિ, ૪ અભિગ્રહ. . - = ચ૨ણસિત્તેરીના ૭૦ ભેદ : ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ પ્રકા૨નો સંયમ, ૧૦ પ્રકા૨ની વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની વાડ, ૩ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર), ૧૨ તપ, ૪ કષાયનો નિગ્રહ તે ૭૦. ૩) દયાધર્મ : તેના ૮ ભેદ : ૧. સ્વદયા` - તે પોતાના આત્માને પાપથી બચાવે તે. ૨. પરદયા – તે બીજા જીવોની રક્ષા કરે તે. ૩. દ્રવ્ય દયા – દેખાદેખીથી અથવા શરમથી જીવોની રક્ષા કરે અથવા કૂળઆચારે દયા પાળે તે. ૪. ભાવદયા – જ્ઞાનના માધ્યમથી જીવને જીવાત્મા જાણીને તે ઉ૫૨ અનુકંપા લાવી જીવ બચાવવો તે. ૫. વ્યવહા૨ દયા – જેવી શ્રાવકને દયા પાળવી કહી છે તે સાચવે તે, ઘ૨નાં અનેક કામકાજ કરતાં જતના રાખવી તે. ૬. નિશ્ચય દયા તે આપણાં આત્માને કર્મબંધથી છોડાવવો, તેનો ખુલાસો એ છે કે પુદ્ગલ ૫૨વસ્તુ છે. તેના ઉ૫૨થી મમતા ઉતારીને, તેનો પરિચય છાંડીને, આપણા આત્માના ગુણમાં ૨મણ કરવું, જીવનું કર્મરહિત શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું. તે નિશ્ચય દયા ચૌદમા ગુણસ્થાનકને અંતે સંપૂર્ણ લાભે. ૭. સ્વરૂપ દયા – તે કોઈ જીવને મારવાને ભાવે, પહેલાં તે જીવને સા૨ી ૨ીતે ખવ૨ાવે અને શરીરે માતો કરે, સાર સંભાળ લે, એ દયા ઉ૫૨થી દેખાવ માત્ર છે, પરંતુ પાછળથી તે જીવને મા૨વાના પરિણામ છે, તે ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને બોકડાના અધિકા૨થી સમજવું. ૮. અનુબંધ દયા – તે જીવને ત્રાસ પમાડે પણ અંત૨થી તેને શાતા દેવાના કામી છે. તે, જેમકે માતા પુત્રને રોગ મટાડવાને અર્થે કડવું ઔષધ પાય પણ ૧ સ્વદયામાં ૫૨દયાની નિયમા અને પરદયામાં સ્વદયાની ભજના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy