SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નાભિથી ચોથી એકસો ને સાંઠ નાડી નીચી મર્મસ્થાન ઉપર પથરાઈને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની શક્તિ વડે બંધેજ રહી શકે છે. તેને નુકશાન થવાથી લઘુનીત, વડીનીતની કબજીયાત અથવા અનિયમિત છૂટ થઈ પડે છે. તેમજ વાયુ, કૃમિપ્રકોપ, ઉદર વિકાર, હ૨સ, ચાંદી, પ્રમેહ, પવનરોધ, પાંડુરોગ, જળોદર, કઠોદ૨, ભગંદ૨, સંગ્રહણી વગેરેનો પ્રકોપ થાય છે. નાભિથી પચ્ચીસ નાડી ઉપડીને ઊંચી શ્લેષ્મ દ્વાર સુધી પહોંચી છે તે શ્લેષ્મની ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકશાનીથી શ્લેષ્મ, પીનસનો રોગ થાય છે. તેમજ બીજી પચ્ચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકશાનીથી પિત્તનો પ્રકોપ અને જ્વરાદિક રોગ થાય છે. તેમજ ત્રીજી દશ નાડી વીર્ય ધારણ કરનારી છે, તે વીર્યને પુષ્ટિ આપે છે. તેમાં નુકશાન થવાથી સ્વપ્ર ધાતુ, મુખલાળ, ખરાબ પેશાબ વગે૨ેથી નબળાઈમાં વધા૨ો થાય છે. એ સર્વે મળીને સાતસો નાડી ૨સ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે. તે નિયમિત રીતે ચાલવાથી નિરોગ અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની બસો નાડી ગુપ્ત અને જાહે૨ રીતે શ૨ી૨નું પોષણ કરે છે, તેથી નવસોં નાડી કહેવાય છે. ઉપરની રીતે નવમા માસ સુધીમાં સર્વ અવયવ સાથે શરીર મજબૂત થઈ જાય છે. જ્યા૨થી ગર્ભનું બીજક રોપાયાની ખબર પડે ત્યારથી જે સ્ત્રી બ્રહ્મચારિણી રહે છે તેનો ગર્ભ ઘણો ભાગ્યશાળી, મજબૂત બાંધાનો તથા બળીયાવર અને સ્વરૂપવાન થાય છે. ન્યાય, નીતિવાળો અને ધર્મ નીવડે છે, તે ઉભયના કૂળનો ઉદ્ઘાર કરી, માતા પિતાને યશ આપે છે અને પાંચે ઇંદ્રિયો ચોક્ખી પામે છે. જે સ્ત્રી ગર્ભ રહ્યો તેમ જાણે છે છતાં જન્મવાના છેલ્લા દિવસ સુધી, નિર્દય બુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy