________________
૧૮
-
-
-
-
-
-
-
-
- -
-
---
શ્રી બૃહદ જેન થોક સંગ્રહ આમ, ૧૦૦+૪૬+૧૦૦+૧૦૦+૧૮૪ સર્વ મળીને રૂપી અજીવના પ૩૦ ભેદ થયા. તેમાં ૩૦ ભેદ અરૂપી અજીવના ઉમેરતાં પ૬૦ ભેદ અજીવના જાણવા.
ઇતિ અજીવતત્ત્વ. F૩ પુણ્યતત્ત્વ શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભોગવતાં મીઠાં લાગે તેને પુણ્યતત્ત્વ કહીએ.
નવ ભેદે પુણ્ય ઉપરાજે તે કહે છે. ૧ અન્નપુ, ૨. પાણપુને, ૩ લયણપુત્ર, ૪ સયણપુર, પ વFપુ , ૬ મનપુત્ર, ૭ વચનપુણે, ૮ કાયપુત્ર, ૯ નમસ્કારપુ.
પુણ્યતત્ત્વના શુભ ફળ ૪૨ ભેદ ભોગવે તે કહે છે.
(વંદનીય કર્મનાં ઉદયે ૧ ભેદ) ૧ શાતા વેદનીય – શાતાનો અનુભવ કરાવે. (આયુષ્યકર્મના ઉદયે ૩ ભેદ) ૨ દેવનું આયુષ્ય. ૩ મનુષ્યનું આયુષ્ય. ૪ તિર્યંચનું આયુષ્ય. (નામકર્મના ઉદયે ૩૭ ભેદ) ૫ દેવની ગતિ. ૬. મનુષ્યની ગતિ. ૭ પંચેન્દ્રિયની જાતિ. ૮ ઓદારિક શરી૨ – તે સડી જાય, પડી જાય, વિણસી જાય, કોહી જાય, બગડી જાય, મુવા પછી કલેવર પડી રહે તેને ઔદારિક શરીર કહીએ. ૯ વૈક્રિય શરીર – બે પ્રકારનું છે. અ. ભવ પ્રત્યયિક – તે દેવતા તથા નારકીને ઉત્પન્ન થતાં જ હોય. બ. લબ્ધિ પ્રત્યયિક – તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હોય છે. ૧૦ આહારક શરીર – ચૌદપૂર્વધારી મુનિરાજ તીર્થકરની ઋદ્ધિ પ્રમુખ જવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ કરે છે તે. ૧૧ તેજસ શરીર – જેના કારણે શરીરમાં ઉષ્ણતા રહે અને આહારને પચાવે છે. સર્વ સંસારી જીવોને હોય છે. ૧૨ કાર્મણ શરીર – જેમાં બધાં કર્મોના સ્કંધ સંગ્રહિત રહે
૧ સ્થાનક આદિ. ૨ શય્યા, પાટ, પાટલા આદિ.
૩ વસ્ત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org