________________
પુગલ પરાવર્ત
ઉ૧૫] Sોરિ૧. પુગલ પરાવર્તીદિની
ભગવતી સૂત્ર શતક ૧૨, ઉદ્દેશો ૪ નામ ગુણ સિંખ્ત, ત્તિ ઠાણે કાલે કાલોવમં ચ | કાલઅપ્પબહુ પુગ્ગલ મજ્જ પુગ્ગલ, પુગ્ગલકરણ અપ્પબહુ
(આ ગાથા મૂળ પાઠમાં નથી, ટીકામાં છે) પુદ્ગલ પરાવર્ત એ વિષય સમજવાને ૯ દ્વારે કરી સ્પષ્ટીકરણ કરી કહે છે.
૧. નામ તાર: ૧ ઔદારિક પુદ્ગલ પરાવર્ત, ૨ વૈક્રિય પુગલ પરાવર્ત, ૩ તેજસ પુગલ પરાવર્ત, ૪ કાર્મણ પુદ્ગલ પરાવર્ત, ૫ મનો પુદ્ગલ પરાવર્ત, ૬ વચન પુદ્ગલ પરાવર્ત, ૭ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત.
૨. ગુણ દ્વાર : પુદ્ગલ પરાવર્ત એટલે શું? તે કેમ કેટલા પ્રકારે ? ને તે શી રીતે સમજવું? એ સહજ પ્રશ્ન શિષ્ય બુદ્ધિથી થાય છે ત્યારે ગુરુ એમ સમજાવે છે કે જીવે આ જગત – વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સર્વને લઈ લઈને મૂક્યા છે. મૂકી મૂકીને ફરી ફરી લીધાં છે. એટલે કે પુદ્ગલ પરાવર્તનો અર્થ એ છે કે પુલ ઝીણામાં ઝીણાં રજકણથી માંડીને સ્કૂલમાં ધૂલ જે પુદ્ગલ તે સર્વમાં અગર તે સર્વથી જીવે પરાવર્ત સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સર્વમાં ભ્રમણ કર્યું ને તે પુદ્ગલો દારિકપણે (દારિક શરીરમાં રહી દારિક યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તે) વૈક્રિયપણે (વૈક્રિય શરીરમાં રહી વૈક્રિય યોગ્ય પુગલ ગ્રહણ કરે તે) તૈજસપણે, ઉપર કહ્યા એ સાતપણે, જીવે લીધા છે ને મૂક્યા છે. તે પણ સૂક્ષ્મપણે ને બાદરપણે લીધા છે ને મૂક્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org